Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?

Gold Price: હાલ ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, એવા સોનાના ભાવ મોટો ઉછાળો આવ્યો છે. આ ઉછાળાથી રોકાણકારોને મોટો ફાયદો છે, જો કે લગ્ન પ્રસંગ લઈને બેઠેલા લોકોને મોંઘવારીનો માર પડશે. કારણ કે સોનાના ભાવામાં સતત તેજી જોવા મળી છે. ગઈકાલે સોનુ 1 લાખની સપાટીએ પહોંચાવાથી થોડું જ દૂર હતુ. ત્યારે આ સાપટીએ આજે વટાવી લીધી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર થયો છે.

સોનાના ભાવે આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાના ભાવ પ્રતિ10 ગ્રામ 1 લાખ રૂપિયાને પાર કરી ગયા છે. વૈશ્વિક બજારોમાં તેજી, રાજકીય તણાવ અને યુએસ-ચીન ટેરિફ યુદ્ધના ભયથી રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ આકર્ષાયા છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડી રહી છે. ભારતીય બુલિયન બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,000 રૂપિયાથી ઉપર નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પણ 92,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

સોનાના ભાવ વધવાના કારણો

વૈશ્વિક અનિશ્ચિતતા: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને વૈશ્વિક વેપાર યુદ્ધના ભયને કારણે સોનાને સલામત રોકાણ તરીકે વધુ આકર્ષક બનાવ્યું છે.

ફુગાવો અને નબળો રૂપિયો: ભારતીય રૂપિયામાં નબળાઈ અને વધતી જતી ફુગાવાને કારણે સોનાની આયાત મોંઘી થઈ છે.

લગ્નમાં માંગ: ભારતમાં લગ્ન અને આગામી તહેવારોની મોસમને કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

સેન્ટ્રલ બેંક ખરીદી: વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવમાં વધુ વધારો થયો છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નિષ્ણાતો કહે છે કે જો વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ટેરિફ વોરની સ્થિતિ ચાલુ રહે તો 2025 ના અંત સુધીમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રુ. 1,03,000 સુધી પહોંચી શકે છે. જોકે, કેટલાક વિશ્લેષકો માને છે કે યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિઓ અને ડોલરના મજબૂત થવાથી સોનાના ભાવ પર દબાણ આવી શકે છે.

ચાંદીના ભાવમાં પણ ઉછાળો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રુ. 98,500 ની આસપાસ નોંધાયો હતો, જે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે.

જાણો કયા શહેરમાં કેટલો ભાવ?

ક્રમ
 શહેર
 22 કેરેટ (પ્રતિ 10 ગ્રામ)
  24 કેરેટ (પ્રતિ 10 ગ્રામ)
1
અમદાવાદ
₹ 88,550
₹ 96,670
2
રાજકોટ
₹ 86,938
₹ 96,670
3
સુરત
₹ 88,550
₹ 96,670
4
વડોદરા
₹ 88,550
₹ 96,670

 

આ પણ વાંચોઃ

UP: બસ હવે આ જ જોવાનું રહ્યું હતુ? જમાઈ સાથે રહ્યા બાદ સાસુ ટેસ્ટ માટે હોસ્પિટલ પહોંચી?

સાઉથ સુપરસ્ટાર Mahesh Babu મની લોન્ડરિંગમાં ફસાયો, EDનું સમન્સ, શું છે મામલો?

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

ગરીબીથી પીસાતાં ગુજરાતને Olympics ખેલકુદ માટે કરોડોનો ખર્ચ પરવડશે?

Ahmedabad: ઓઢવમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ, VHPના લોકો દંડા લઈ ઘૂસતાં કાર્યવાહી

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ