“કમળ” ના પંકજે કોને શ્રદ્ધાંજલી આપી? નડિયાદના ભાજપી ધારાસભ્યનો બફાટ

  • ભાજપી ધારાસભ્ય પંકજ દેસાઈનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ.
  • પહેલગામ આતંકવાદી હુમલામાં મહિલા મરી હોવાનો પણ પંકજ દેસાઈનો બફાટ

Nadiad BJP MLA Pankaj Desai । છેલ્લી છ ટર્મથી નડિયાદ બેઠક પર કમળ ચિન્હથી ચૂંટાઈ આવતાં સિનિયર નેતા અને ધારાસભ્ય પંકજ દેસાઈને ખબર જ નથી કે આતંકવાદીઓએ હુમલો ક્યાં કર્યો છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલાં આતંકવાદી હુમલા અંગેની વિગતો આજે નાના – નાના બાળકોમાં પણ ચર્ચાય છે. ત્યારે શું આટલાં દિવસોથી ભાજપી ધારાસભ્ય પંકજ દેસાઈને બનાવ અંગે પ્રાથમિક જાણકારી જ નથી.? અને જો જાણકારી ના હોય તો પછી આ મહાશયે બે મીનીટનું મૌન કોના માટે પાળ્યું હશે?

પહેલગામ હુમલા બાદ ભાજપના આકાઓ આકરાં તેવર બતાવીને બિહાર વિજયના સોણલાં સેવી રહ્યાં છે ત્યારે ગુજરાત ભાજપના સિનિયર નેતાં ઉંઘતા પકડાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ખેડા – નડિયાદ ભાજપ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયો હતો. અને બાદમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમ બાદ નડિયાદ ભાજપના સિનિયર નેતા અને ધારાસભ્ય પંકજ દેસાઈએ મિડીયા સાથે વાત કરતાં બફાટ કર્યો હતો. ભાષણ પ્રિય ભાજપના નેતાએ શરૂઆતે જ ભાંગરો વાટ્યો અને કહ્યું કે, પઠાણકોટની અંદર… ત્યારે પત્રકારોએ એમને સુધાર્યા હતાં.

ભુલ સુધાર્યા બાદ આગળ વાત કરતાં પંકજ દેસાઈએ આતંકવાદી હુમલામાં મહિલાઓ મૃત્યુ પામી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હવે જે પાર્ટી હિન્દુ પુરુષોની પુછી પુછીને હત્યા કરાઈ છે એવું નેરેટીવ ચલાવી રહી છે. ગોદી મિડીયા સહિતના કોઈપણ સમાચાર માધ્યમમાં મહિલાનું મોત નિપજ્યું હોય તેવો એક અક્ષર નથી લખી – છાપી કે બોલી રહી… તો આ ભાજપી ધારાસભ્ય પંકજ દેસાઈને કોણે આ વિગતો આપી હશે? પહેલગામમાં આતંકીઓ ફરવા ગયાં હતાં કે પ્રવાસીઓ? આ બાબતે પણ ધારાસભ્ય ગોટાળે ચડ્યાં હતાં. અને આવા ભાજપી ધારાસભ્ય છેલ્લી છ ટર્મથી નડિયાદનો કેવો વિકાસ કરતાં હશે? એ તો ભગવાન રામ જાણે…

આ ઘટનાનો વિડીયો ઉતારનાર મિડીયાવાળાઓએ તો આગળની ભૂલ ડિલીટ કરીને વિડીયો ચલાવ્યો છે પણ સોશિયલ મિડીયામાં ભાજપી ધારાસભ્ય પંકજ દેસાઈ હાલ છવાઈ ગયેલા જોવા મળી રહ્યાં છે. લોકો પણ પંકજ દેસાઈના અ-જ્ઞાન પર આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

પહેલગામને બદલે પઠાણકોટ બોલી ગયા એ ભૂલ તો સમજી શકાય એવી છે. ભૂલ થઈ જાય… પણ, પછી આગળ બોલતાં વધુ ભૂલ કરે તો એ તો યોગ્ય ના જ ગણી શકાય. જાહેર જીવનમાં આટલાં વર્ષોથી છે તો એમની જવાબદારી બને છે કે, આવી ભૂલ તો ના જ થવી જોઈએ.

Related Posts

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 3 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 3 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 10 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો