સુરત શિક્ષણ સમિતિના નવા ઉપાધ્યક્ષે ઓફિસમાંથી આંબેડકર સાહેબની તસવીર હટાવડાવી?

  • સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂંક
  • નવા ઉપાધ્યક્ષ રંજના ગોસ્વામીની ઓફિસમાંથી બાબા સાહેબની જગ્યાએ મોદી સાહેબની તસવીર આવી ગઈ

Surat Controversy | મોદી સાહેબના નામે રાજકારણની વૈતરણી તરતાં ભાજપીઓ દેશના મહાનુભાવોનું અપમાન કરે કે તેઓની અવગણના કરે એ સામાન્ય બાબત બની ગઈ છે. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સીએમ ઓફિસમાંથી ભગતસિંહ, આંબેડકર જેવાં મહાનુભાવોની તસવીરો હટાવી તેની જગ્યાએ મોદી – શાહની તસવીરો લટકાવતાં વિવાદ સર્જાયો હતો. આવી જ ઘટના સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બનવા પામતાં વિવાદ સર્જાયો છે.

ખાનગી શાળાઓને માલેતુજાર કરવા માટે સરકારી શાળાઓની ઘોર ખોદતી સરકારની નિતીઓ અંગે તો કંઈ કહેવા જેવું છે નહીં. અમદાવાદ, વડોદરા કે સુરત ગમે તે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલ જુઓ તો ઉડીને આંખે વળગશે કે ભાજપના પ્રતાપે પદ મેળવનારાઓ આખરે શિક્ષણની શું દશા કરી રહ્યાં છે?  ગુજરાત જ નહીં દેશભરના ભાજપા પ્રેમીઓ માટે દેશ – ન્યાય સહિત સર્વ બાબત મોદી સાહેબ સામે ગૌણ અથવા તો નગણ્ય છે. એના અનેક પુરાવાઓ ભાજપા પ્રેમી કહો કે મોદી પ્રેમીઓ બૂમો પાડી પાડીને આપતાં હોય છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિવાદ એવો છે કે, ભાજપના નેતાના વિરોધમાં ગંભીર આક્ષેપ કરતો પત્ર પોસ્ટ કરવાના મામલે પૂર્વ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. બાદમાં ઉપાધ્યક્ષની ટર્મ પણ પુરી થઈ ગઈ હતી. જેને પગલે નવા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડીયા અને ઉપાધ્યક્ષ પદ માટે રંજના ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

અતિ ચુસ્ત મોદી ભક્ત રંજના ગોસ્વામીની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ડૉ, ભીમરાવ આંબેડકરનો ફોટો હટાવી દેવામાં આવ્યો અથવા તો હટાવવાનું કહેવામાં આવ્યું એ અંગે કોઈ માહિતી મળતી નથી. પરંતુ, બાબા સાહેબના ફોટોની જગ્યાએ મોદી સાહેબનો ફોટો આવી જતાં વિવાદ સર્જાયો છે.

વિવાદ અંગે રંજના ગોસ્વામીએ મિડીયાને જણાવ્યું છે કે, કલર કામ સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાથી તસવીરો હટાવી લેવામાં આવી છે. કલર કામ પત્યાં પછી તસવીરો પાછી એના સ્થાને ગોઠવી દેવામાં આવશે.

જોકે, ઓફિસની તસવીર જોતાં એવું સ્હેજેય લાગતું નથી કે કલર કામ માટે બાબા સાહેબની તસવીર હટાવવામાં આવી હોય. આમેય જનતાના પરસેવાના ખર્ચે ઓફિસમાં રંગરોગાન કરાવવા ઉત્સુક રંજના ગોસ્વામીએ જો ખરેખર કલર કામ માટે જ તસવીરો હટાવી હોય તો શું… મોદી સાહેબની તસવીર પર કલરના છાંટા પડે તેની તેમણે ચિંતા કરી નથી?

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 2 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 2 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ