હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh

 Zantu Ali Sheikh: પહેલાગામમાં લોકોની હત્યા કરનારા આતંકીઓને શોધતી વખતે એક ભારતીય સેનાના જવાન ઝંટુ અલી શેખે જીવ ગમાવ્યો છે. તેઓની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. તેમના પર એક આતંકીએ પાછળથી હુમલો કર્યો હતો. જેમાં તેમને ગોળી વાગતાં શહીદ થઈ ગયા હતા. તેમને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા. જેમની દફનવીધીમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલ શેખે એક ભાષણ આપ્યું, જે સાંભળીને ત્યાં હાજર બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.  રફીકુલ શેખ પણ ભારતીય સેનામાં સુબેદાર છે.

5 Inspiring Facts about Havildar Jhantu Ali Sheikh 6 Para SF
શહિદ ઝંટુ અલી શેખ

મળતા અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રહેવાસી ઝંટુ અલી શેખ ભારતીય સેનાના 6 પેરા સ્પેશિયલ ફોર્સમાં હવાલદાર તરીકે તૈનાત હતા. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સમાં પોસ્ટેડ હતા. પહેલગામ હુમલા પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં આતંકવાદીઓ સાથે અથડામણ થતાં વીરગતી પામ્યા હતા. ઝંટુ અલી શેખના અંતિમ સંસ્કાર તેમના ભાઈ સુબેદાર રફીકુલ શેખ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન દુઃખ અને ગર્વ વ્યક્ત કરતા તેમણે કહ્યું, મારા ભાઈ ઝંટુ અલી પર પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો. આપણું કામ બદલો લેવાનું છે. આપણે બદલો લઈશું નહીંતર મરી જઈશું. મને ગર્વ છે કે મારા ભાઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો, પોતાનું બલિદાન આપ્યું. દુઃખ ખૂબ જ મોટું છે. લાખો લોકોમાંથી એક વ્યક્તિ આ રીતે મૃત્યુ પામે છે. તે ફક્ત અમારા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર નાદિયા જિલ્લા અને બંગાળનું ગૌરવ છે.

‘સેનામાં કોઈ ભેદભાવ નથી…’

કબ્રસ્તાનમાં હાજર લોકોને સંબોધતા શહીદ ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલે કહ્યું ‘આપણે સૈનિકો છીએ, સૈનિકોનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી.’ ભારતીય સેનાનો કોઈ ધર્મ નથી. આપણે એક જ વાટકામાં ખાઈએ છીએ અને પીએ છીએ. સેનામાં કોઈ ભેદભાવ નથી. જો કોઈમાં હિંમત હોય તે કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ. ભારતીય સેના એક એવી જગ્યા છે જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ બધા એક જ થાળીમાં ખાય છે અને બધાને એક જ વાસણમાં ભોજન વહેંચવામાં આવે છે. જો કોઈ ભાઈચારો જોવા માંગે છે તો સેના જોડાઈ જાઓ. પછી તમને ખબર પડશે કે ભાઈચારો શું છે.

રફીકુલે કહ્યું કે હું ભાઈના દીકરા અને દીકરીને સેનામાં મોકલવાનો પ્રયાસ કરશે. જેથી તે તેના પિતાના પગલે ચાલી શકે. દફનવિધિ દરમિયાન હજારો લોકો કબ્રસ્તાનમાં હાજર હતા. આખો વિસ્તાર ‘જય હિંદ’ અને ‘ઝિંદાબાદ’ ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.

 

આ પણ વાંચોઃ

UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ