Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

  • World
  • April 30, 2025
  • 5 Comments

Bangladesh, chinmaya krishna das bail:  દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને 156 દિવસની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે રાહત મળી છે. બુધવારે બાંગ્લાદેશ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા.

ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2024 ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસ પર હિન્દુ રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. જોકે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને તેને ‘ન્યાયિક સતામણી’ ગણાવી હતી.

ચિન્મય દાસ ઇસ્કોનના પૂર્વ પૂજારી છે અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ સ્પષ્ટવક્તાને કારણે તેઓ સરકારના નિશાના પર આવી ગયા. તેમની ધરપકડ બાદ, બાંગ્લાદેશ અને ભારત બંનેમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. તેમની જામીન અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને તે દરમિયાન, જેલમાં તેમની તબિયત બગડતી હોવાના અહેવાલો આવ્યા હતા. વકીલો અપૂર્વ કુમાર ભટ્ટાચાર્ય અને પ્રલાદ દેબનાથે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ રાજકીય દ્વેષથી પ્રેરિત છે અને દાસને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવી રહી નથી.

હાઇકોર્ટથી રાહત, સુપ્રીમ કોર્ટમાં મુદ્દો અટવાયો

અરજી પર સુનાવણી કરતા, હાઈકોર્ટની બે સભ્યોની બેન્ચે દાસને જામીન આપ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટનું અપીલ વિભાગ આ નિર્ણય પર સ્ટે મૂકી શકે છે. જો આવું નહીં થાય, તો ચિન્મય દાસ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈ શકે છે.

ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કર્યો

ભારત સરકારે પણ આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને બાંગ્લાદેશના અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતનું માનવું છે કે શેખ હસીના સરકારના પતન પછી, લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે અને આવી ઘટનાઓ બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે.

બાંગ્લાદેશમાં 8% હિન્દુઓ પર હુમલા થાય છે

બાંગ્લાદેશની 17 કરોડ વસ્તીમાં હિન્દુઓ લગભગ 8% છે અને તાજેતરના મહિનાઓમાં દેશના 50 થી વધુ જિલ્લાઓમાં હિંદુઓ પર હુમલાઓ નોંધાયા છે. ચિન્મય દાસ આ હુમલાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેથી સરકાર તેમની સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરી રહી છે. જોકે દાસ સરકારની આ કાર્યવાહીથી જરાય ડરતાં નથી અને હિંદુઓની સુરક્ષા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ