Ahmedabad: ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો

Ahmedabad: અમદાવાદના ચંડોળામાં 29 એપ્રિલથી દબાણો હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી અહીં બાંગ્લાદેશીઓને શરણ આપનાર લલ્લા બિહાર વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે પોતાની પર પોલીસ કાર્યવાહી થવાની છે તેની ગંધ આવી જતાં તે પહેલેથી જ ફરાર થઈ ગયો હતો. ત્યારે હવે તેને રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તેના દિકરા  દીકરા ફતેહ મોહમ્મદની  29 એપ્રિલે ધરપકડ કરી લેવામાં આવી હતી.

લલ્લા બીહારી અને તેના દીકરાનો ફોટો
લલ્લા બીહારી અને તેના દીકરાનો ફોટો

બિહારીએ કાળી કમાણીથી આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા 

અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યાર સુધી ઝુંપડપટ્ટી હોવાનું જણાતું હતું. પરંતુ જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તંત્રની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં.

લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન

મળતી જાણકારી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. અંદાજે 9 લાખ 50 હજારની રોકડ તથા સોના ચાંદીના દાગીના ઉપરાંત હિસાબના ચોપડા પણ મળી આવ્યા હતા. બેન્કની પાસબુક સહિતના દસ્તાવેજો હાથ લાગ્યા હતા.

ચંડોળામાં ભર ઉનાળે ઘરો તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જાણવા મળી રહ્યું છે કે અહીં બાંગ્લાદેશી કરતાં ભારતીય નાગરિકોના ઘર વધુ તૂટ્યા છે. મતબલ પાપડી ભેગી ઈયળ બફાઈ હોય તેવા હાલ સર્જાયા છે. જોકે સરકારે ભારતીય નાગરિકોને અલગ તારવવા જોઈતા હતા. જેમની છત ગઈ છે તેમને રહેવાની સુવિધા કરી આપવામાં આવે. લોકો રડી રડી કહે છે અમારા બાળકોનું શું થશે, તેમના ભણતરનું શું થશે. જોકે આ સરકાર તેમનું સાંભળવા તૈયાર નથી. ચંડોળા વિસ્તારના લોકોની વેદના હચમચાવી નાખે તેવી છે. જુઓ આ વીડિયો.

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ