Punjab: પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસને દબોચ્યા, સેના છાવણીઓ અને એરબેઝના ફોટા મોકલતાં

  • India
  • May 4, 2025
  • 3 Comments

Punjab Police two Pakistani spies arrested: પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. અમૃતસરમાં એક મોટા જાસૂસી કૌભાંડનો પર્દાફાશ કરીને બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા. આ બંનેના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન બોર્ડરેથી પણ એક પાકિસ્તાની રેન્જર ઝડપાયો છે. જેની તપાસ ચાલી રહી છે.

ત્યારે બીજી તરફ પંજાબમાં પંજાબમાંથી બે જાસૂસો ઝડપાયા છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. બંનેની અમૃતસર ગ્રામીણ પોલીસે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ દુશ્મનને આર્મી કેમ્પ અને એરબેઝના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા.

જેલમાં રહેલા હેપ્પીના સંપર્કમાં

અમૃતસર ગ્રામીણ પોલીસે કરેલી કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે આ જાસૂસોએ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પી દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કમાં હતા. હરપ્રીત હાલમાં અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસે બંને આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

ડીજીપીએ શું કહ્યું?

ડીજીપી ગૌરવ યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે X પર ટ્વિટ કર્યું કે આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે. પંજાબ પોલીસ ભારતીય સેનાની સાથે મજબૂતીથી ઉભી છે, રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની પોતાની ફરજમાં અડગ છે. આપણા સશસ્ત્ર દળોની સુરક્ષાને નબળી પાડવાના કોઈપણ પ્રયાસનો કડક અને તાત્કાલિક જવાબ આપવામાં આવશે.

દેશની સુરક્ષા આ ઘટના ખતરો

આ ઘટના ફરી એકવાર ભારતની આંતરિક સુરક્ષા સાથે ચેડા કરવાના પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ કરે છે. નિષ્ણાંતો માને છે કે ISI સતત લોભ અને છેતરપિંડી દ્વારા ભારતીય યુવાનોને જાસૂસી માટે ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સુરક્ષા એજન્સીઓમાં સતર્કતા વધારી

પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ કડક કાર્યવાહી કરી રહી છે જેથી આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લગાવી શકાય. દેશવાસીઓને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી છે.\

આ પણ વાંચોઃ

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

Gujarat ના હવામાનમાં પલટો, બનાસકાંઠા, મહિસાગરમાં વરસાદ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 8 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 5 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 139 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 16 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 15 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 36 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!