Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Nadiad: ગુજરાતમાં સતત અપરાધિક ઘટનાઓ વધી રહી છે. મહિલાઓની દિન દહાડે છેડતીઓ થઈ રહી છે અને તેમને દબાવવાનો પ્રયાસ કરાતો હોય છે. જો કે ખેડા જીલ્લાના વડા મથક નડિયાદ પશ્ચિમ વિસ્તારામાં એક મહિલાએ માથાભારે શખ્સથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં છેડતી કરનાર માથાભારે માસુમ મહિડાને ઝડપી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. શખ્સ મહિલાને તારો પતિ દેવામાં ડૂબેલો છે. જેની મારે વાત કરવી છે તેમ કહી ધમકી આપતો હતો. જો કે મહિલાએ હિંમત રાખી નરાધમ શખ્સ વરુદ્ધ ફરિયાદ નોંધવાતાં પોલીસે ઝડપી લઈ પાઠ ભણાવ્યો છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈડન ગાર્ડન સોસાયટીમાં રહેતો માથાભારે શખ્સ માસુમ મહીડાએ ગત જાન્યુઆરી માસમાં આ વિસ્તારમાંથી પસાર થતી એક 33 વર્ષીય પરીણિતાને અટકાવી હતી. અને કહ્યું હતુ કે  ‘તારો પતિ દેવામાં છે’ મારે આ મામલાની વાત કરવી છે આથી પરીણિત મહિલાએ કહ્યું હતુ કે જે કહેવું હોય તે કહો, જોકે શખ્સએ આ સમયે મહિલાનો નંબર મેળવી લીધો હતો. બાદમાં પરીણિતાના ઈન્સ્ટાગ્રામ પર અને તેણીના મોબાઈલ પર ફોન, મેસેજ કરતો હતો. જોકે મહિલાઓ કોઈ જવાબ આપતી ન હતી.

કારમાં બેસાડી કરી મહિલાની છેડતી

આ છે માસુમ

જોકે માસુમે પોતાની કાળા કલરની કાર લઈને પરીણિતાના ઘર પાસે ચક્કર મારવાનું  ચાલુ રાખ્યું હતુ. 1 મે 2025ના રોજ પરીણિતા નડિયાદ શહેરના પવનચક્કી રોડ પરથી ચાલતી જતી હતી ત્યારે આ માસુમે કાળા કલરની કાર લઈને આવી ચઢ્યો હતો અને કહ્યું હતુ કે મારી પાસે તારી સેલ્ફી છે અને જો તુ મારી સાથે સંબંધ નહીં રાખે અને ગાડીમાં નહીં બેસે તો તારી સેલ્ફીઓ વાયરલ કરી દઇશ. જેથી પીડિતા ડરી જતાં સેલ્ફીઓ આ માસુમ મહીડાના મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરવા માટે તે સમયે કારમાં બેસી હતી અને આ શખ્સે તેનો લાભ લઈ ફરીથી છેડતી કરી હતી. અને બાથમાં ચકડી કાર હંકારી મૂકી હતી.

‘ ફોટા તારા સસરા તથા  પતિને મોકલી દઈશ’

બાદમાં માસુમે મહિલાને ધમકાવી હતી કે જો આ હકીકત તુ કોઇને જણાવીશ તો તારા ઘણા ફોટાઓ મારી પાસે છે તે ફોટાઓ તારા સસરા તથા તારા પતિને મોકલી દઈશ અને તારા પતિને અકસ્માત કરાવી તારી બંને દિકરીઓ ઉપર એસિડ છાંટી દઇશ તેવી ધમકી આપી હતી. હેમખેમ મહિલા આ નરાધમના શખ્સની ચૂંગાલમાંથી છૂટી ઘરે આવી હતી.

શખ્સ લવજેહાદના કેસમાં પણ સંડોવાયેલો

જાણવા મળી રહ્યું છે કે માસુમ મહિડાનું લવજેહાદના ગુનામાં પણ નામ આવી ચૂકયું છે. જેથી ડરેલી પરીણિતાએ તે સમયે પોતાના ઘરના સભ્યોને આ બાબતે જાણ કરી નહોતી પરંતુ અવારનવાર સેલ્ફીઓ વાઇરલ કરવાની ધમકીઓ આપતાં કંટાળેલી પરીણિતાએ પોતાના પતિને હકીકત જણાવી હતી. જે બાદ  માસુમ મહીડા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં આરોપી માસૂમને પોલીસે ઝડપી પાડ્યો છે.  ઝડપાયેલા શખ્સનું પોલીસે  જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આજે ગુરુવારે સાંજે 4 વાગ્યે વલ્લભનગરથી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.

આ પણ વાંચોઃ

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?

Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

 

 

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!