
vadodara: ગઈ કાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટીબાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી. ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કીલકારી ચીચયારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો.
કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી
પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટીબાગમાં મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો ત્યારે કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતી તેનું ચગદાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને કોર્પોરેશનનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કમાટીબાગ જોય ટ્રેનનો વિવાદ
વડોદરાના કમાટીબાગ જોય ટ્રેન પહેલી વાર વિવાદમા આવી નથી પરંતુ અવાર – નવાર વિવાદમાં આવતી રહે છે. જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં જોય ટ્રેન ચાર વખત બંધ પણ કરવી પડી હતી. જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ – અલગ વિભાગોની મંજૂરી લઇને ફરીથી ટ્રેન દોડતી થાય છે પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી.
જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે ?
મહત્વનું છે કે, આ જોય ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોય છે તેમાં એન્જિનમાં ડ્રાઇવર અને એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેમનું કામ આગળના ટ્રેક પર નજર રાખવાનું હોય છે. તેમજ ટ્રેનના ઝડપ પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની જ હોય છે. ત્યારે સવાલ તે થાય છે કે, આ બાળકી ટ્રેક પર આવી ગઇ તો ડ્રાઇવરે બ્રેક કેમ ના મારી? અકસ્માત બાદ ડ્રાઈવર કેમ ભાગી ગયો ? શહેરમાં હરણીબોટ કાંડ જેવી ઘટનાઓ બાદ પણ તંત્ર આવી જગ્યાએ બાળકોની સુરક્ષામાં કેમ બેદરકારી દાખવેછે ? જો સમયસર નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આ દુઃખદ ઘટના ન બની હોત. આ સમગ્ર મામલે તપાસ કરવી ખુબ જરુરી બને છે. આ મામલે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી ન બને તેના માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું…
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF