
આપણે ત્યાં મહિલાઓના અધિકારો અને સન્માન માટે અનેક પ્રયત્નો કરાઈ રહ્યા છે. સરકાર દ્વારા બેટી પઢાવો બેટી બચાવ અભિયાનથી લઈ દિકરીના લગ્ન સુધીનો ખર્ચ પહોંચી વળવા માટે અનેક યોજનાઓ બનાવી છે. ત્યારે હવે રાજકોટના ગોંડલના એક ગામે અનોખી પહેલ કરી છે. ગોંડલના પાટીદડ ગામને દિકરી ગામ બનાવવામાં આવ્યું છે. ગામમાં સમરસ બાલિકા પંચાયતની પણ રચના કરવામાં આવી છે. આ ગામમાં નવજાત બાળકીઓ અને માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવે છે. ગામામાં દરેક ઘરે પોતાની દીકરીઓ નેમપ્લેટ લગાવામાં આવી રહી છે. આ ગામમાં દીકરીઓને ઉત્થાન માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વિડિયોમાં જુઓ આ ગામ દીકરીઓના વિકાસ માટે કેવું કામ કરી રહ્યું છે.