ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પછી પત્રિકા યુદ્ધ! લખ્યું- કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સતત વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપના મેન્ડેડ મર્યા હોવા છતાં તેમના ઉમેદવારો હારી જવાના કારણે એક નવી જ ચર્ચા ઉભી થઈ હતી. હવે આ ચર્ચાએ પત્રિકા યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભાજપ અને આરએસએસ વચ્ચે ટોચ લેવલે નારાજગી જોવા મળી રહી છે. તો ભાજપમાં હવે અંદરોદરના વિવાદ સપાટી ઉપર આવી રહ્યાં છે. ઊંઝા ભાજપમાં પત્રિકા યુદ્ધ શરૂ થતાં ખળભળાટ મચ્યો છે.

વિશ્વમાં જીરાના સૌથી મોટા જથ્થાબંધ બજાર તરીકે જાણીતી ઊંઝા એપીએમસીની રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપની પેનલનો પરાજય થયો હતો. ઊંઝાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિરીટકુમાર પટેલ અને પાર્ટીએ જેમને ચૂંટણી લડવાનો મૅન્ડેટ આપ્યો હતો તેવા સાત અન્ય સહકારી આગેવાનોનો પરાજય થયો હતો.

ભાજપના ઉમેદવારો કુલ ચૌદમાંથી છ સીટ પર વિજેતા થયા હતા, જ્યારે અન્ય આઠ બેઠક પર અન્ય ઉમેદવારોનો વિજય થયો હતો. આ સંજોગોમાં ગત છ વર્ષથી ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે રહેલા દિનેશભાઈ પટેલનો દબદબો રહ્યો હતો. સામાન્ય રીતે સહકારક્ષેત્રે ચૂંટણી ન યોજવી પડે અને બિનહરીફ ચૂંટણી થાય તે માટે પ્રયાસો થતા હોય છે, પરંતુ ઊંઝા એપીએમસીની જાહેરાત સાથે સંઘર્ષનાં એંધાણ મળી ગયાં હતાં.

ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે વિવાદિત થયેલી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી. ચૂંટણી પત્યા બાદ હવે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે. ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી થઈ છે. કટેગે તો બટેગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપીએમસી ચૂંટણી મામલે પત્રિકા ફરતી થઈ છે. ભાજપનું મેન્ડેડ છતાં ચૂંટણી કેમ હાર્યા તેનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું લખવામાં આવ્યું છે પત્રિકા

કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર ! ભાજપના જૂના જોગીઓને સાઇડ લાઈન કરી નવા જોગીઓને જવાબદારી સોંપવાની પેરવી ભાજપને ભારે પડી કટેંગે તો બટંગે સુત્ર ભાજપને જ ભારે પડયું….!

ઊંઝા એટલે મા ઉમાનું પવિત્ર યાત્રા ધામ અને આ યાત્રા ધામની ખેડૂતોની ફસલથી પૈદા થયેલો પાક એશિયા ખંડની મોટામાં મોટી મંડી એટલે કે ઊંઝા ગંજબજારમાં વેપારીઓ દ્વારા વેપાર ચાલતો હોય અને સુખ સમૃધ્ધી ભોગવતું શહેર એટલે ઊંઝા શહેર. જૂની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હાલની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જમીન આસમાનનો ફરક છે.

તાજેતરમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેર તથા વેપારી મંડળના સભ્યોની ચૂંટણી થઈ તેમાં ભાજપમાંથી બળવો કરી ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટણી લડેલા પાંચ ખેરખાઓ હારી ગયા. તે ભાજપની પડતીના નિશાન છે. જિલ્લા પ્રમુખ રાજગોર, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે. કે. પટેલ ધમ પછાડા કરીને જીતાડવા મહેનત કરી પણ બધુ પાણીમાં વહી ગયું. ભાજપ ઊંઝા શહેરના હોદ્દેદાર બળવો કર્યો તેમ છતાં હારી ગયા. તે બતાવે છે કે ભાજપની તાનાશાહી બર ન આવી. નગરપાલિકાના સભાસદોમાંથી એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાના હોય છે તે માટે હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને વખતો વખત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભુલ કરી દીધી છે.

જે પ્રિતેશ પટેલ ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવાછતાં અને ઊંઝા નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો ત્યારે છબી ખરડાઈએલી હોવાછતાં તેને ચૂંટણી લડાવી તે જૂના કાર્યકરો માટે વજ્રઘાત સમાન સાબિત થઈ. કે. કે. પટેલ જૂથ, એમ.એસ. પટેલ જૂથ, અરવિંદ સોમા જૂથ, નારાયણ લલ્લુ જૂથ, ધમા મીલન જૂથ આ વગેરેનો ઝુડ ઉભરી આવ્યો અને મધપુડા સમાન આ ખુરશીઓ પ્રાપ્ત કરવા જતાં ગુજરાત લેતાં હવેલી ખોઈ તેવો ઘાટ સર્જાયો હતો. પ્રિતેશ માટે બધા જ કોર્પોરેટરોની ના હતી તેમ છતાં અરવિંદભાઈ અને એમ.એસ.એ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કરેલ છે. ટૂંકમાં આ ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કમળની પાંખડીઓ ખેરવી નાખવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

ગામડાઓનું પ્રતિનિધિત્વ દૂર કરવા જૂની ઘસાઈ ગયેલી કેસેટો ને મેદાનમાં ઉતારી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મેન્ડેડને અવગણી યશશ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગઢમાં ગાબડુ પાડવાનો બાલીસ પ્રયાસ સિનિયર નેતાગીરીએ કર્યો છે અને અણ આવડત ઉભી કરી સંગઠનને ખૂબ મોટું નુકશાન કરેલ છે. સંગઠનનો ધરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવામાં નહિં આવે તો હજુપણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે. શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દિપક પટેલની તાનાશાહી ના કારણે સનિષ્ઠ કાર્યકરો ઓફિસે જતાં ગભરાય છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરો.

એ.પી.એમ.સીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ લડાવી આસરે 1 કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે નગરપાલિકા ચૂંટણી લડતા નગર સેવકોને પુરૂ પાડ્યું હતું. તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી. વોર્ડ નં. 9 અને 7 માં પણ અન્યાય થયો છે જે.પી. પટેલને બે નંબરમાં અન્યાય થયો છે. બીજો ભાગ હવે પછી આવતા વિકમાં રજૂ કરવામાં આવશે.

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

  • October 29, 2025
  • 4 views
Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 4 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 9 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ!