ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પછી પત્રિકા યુદ્ધ! લખ્યું- કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સતત વિવાદ સામે આવી રહ્યા છે. ભાજપના મેન્ડેડ મર્યા હોવા છતાં તેમના ઉમેદવારો હારી જવાના કારણે એક નવી જ ચર્ચા ઉભી થઈ હતી. હવે આ ચર્ચાએ પત્રિકા યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભાજપ અને આરએસએસ વચ્ચે ટોચ લેવલે નારાજગી જોવા મળી રહી છે. તો ભાજપમાં હવે અંદરોદરના વિવાદ સપાટી ઉપર આવી રહ્યાં છે. ઊંઝા ભાજપમાં પત્રિકા યુદ્ધ શરૂ થતાં ખળભળાટ મચ્યો છે.

વિશ્વમાં જીરાના સૌથી મોટા જથ્થાબંધ બજાર તરીકે જાણીતી ઊંઝા એપીએમસીની રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપની પેનલનો પરાજય થયો હતો. ઊંઝાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિરીટકુમાર પટેલ અને પાર્ટીએ જેમને ચૂંટણી લડવાનો મૅન્ડેટ આપ્યો હતો તેવા સાત અન્ય સહકારી આગેવાનોનો પરાજય થયો હતો.

ભાજપના ઉમેદવારો કુલ ચૌદમાંથી છ સીટ પર વિજેતા થયા હતા, જ્યારે અન્ય આઠ બેઠક પર અન્ય ઉમેદવારોનો વિજય થયો હતો. આ સંજોગોમાં ગત છ વર્ષથી ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે રહેલા દિનેશભાઈ પટેલનો દબદબો રહ્યો હતો. સામાન્ય રીતે સહકારક્ષેત્રે ચૂંટણી ન યોજવી પડે અને બિનહરીફ ચૂંટણી થાય તે માટે પ્રયાસો થતા હોય છે, પરંતુ ઊંઝા એપીએમસીની જાહેરાત સાથે સંઘર્ષનાં એંધાણ મળી ગયાં હતાં.

ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે વિવાદિત થયેલી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી. ચૂંટણી પત્યા બાદ હવે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે. ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી થઈ છે. કટેગે તો બટેગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપીએમસી ચૂંટણી મામલે પત્રિકા ફરતી થઈ છે. ભાજપનું મેન્ડેડ છતાં ચૂંટણી કેમ હાર્યા તેનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું લખવામાં આવ્યું છે પત્રિકા

કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર ! ભાજપના જૂના જોગીઓને સાઇડ લાઈન કરી નવા જોગીઓને જવાબદારી સોંપવાની પેરવી ભાજપને ભારે પડી કટેંગે તો બટંગે સુત્ર ભાજપને જ ભારે પડયું….!

ઊંઝા એટલે મા ઉમાનું પવિત્ર યાત્રા ધામ અને આ યાત્રા ધામની ખેડૂતોની ફસલથી પૈદા થયેલો પાક એશિયા ખંડની મોટામાં મોટી મંડી એટલે કે ઊંઝા ગંજબજારમાં વેપારીઓ દ્વારા વેપાર ચાલતો હોય અને સુખ સમૃધ્ધી ભોગવતું શહેર એટલે ઊંઝા શહેર. જૂની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હાલની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જમીન આસમાનનો ફરક છે.

તાજેતરમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેર તથા વેપારી મંડળના સભ્યોની ચૂંટણી થઈ તેમાં ભાજપમાંથી બળવો કરી ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટણી લડેલા પાંચ ખેરખાઓ હારી ગયા. તે ભાજપની પડતીના નિશાન છે. જિલ્લા પ્રમુખ રાજગોર, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે. કે. પટેલ ધમ પછાડા કરીને જીતાડવા મહેનત કરી પણ બધુ પાણીમાં વહી ગયું. ભાજપ ઊંઝા શહેરના હોદ્દેદાર બળવો કર્યો તેમ છતાં હારી ગયા. તે બતાવે છે કે ભાજપની તાનાશાહી બર ન આવી. નગરપાલિકાના સભાસદોમાંથી એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાના હોય છે તે માટે હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને વખતો વખત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભુલ કરી દીધી છે.

જે પ્રિતેશ પટેલ ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવાછતાં અને ઊંઝા નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો ત્યારે છબી ખરડાઈએલી હોવાછતાં તેને ચૂંટણી લડાવી તે જૂના કાર્યકરો માટે વજ્રઘાત સમાન સાબિત થઈ. કે. કે. પટેલ જૂથ, એમ.એસ. પટેલ જૂથ, અરવિંદ સોમા જૂથ, નારાયણ લલ્લુ જૂથ, ધમા મીલન જૂથ આ વગેરેનો ઝુડ ઉભરી આવ્યો અને મધપુડા સમાન આ ખુરશીઓ પ્રાપ્ત કરવા જતાં ગુજરાત લેતાં હવેલી ખોઈ તેવો ઘાટ સર્જાયો હતો. પ્રિતેશ માટે બધા જ કોર્પોરેટરોની ના હતી તેમ છતાં અરવિંદભાઈ અને એમ.એસ.એ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કરેલ છે. ટૂંકમાં આ ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કમળની પાંખડીઓ ખેરવી નાખવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

ગામડાઓનું પ્રતિનિધિત્વ દૂર કરવા જૂની ઘસાઈ ગયેલી કેસેટો ને મેદાનમાં ઉતારી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મેન્ડેડને અવગણી યશશ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગઢમાં ગાબડુ પાડવાનો બાલીસ પ્રયાસ સિનિયર નેતાગીરીએ કર્યો છે અને અણ આવડત ઉભી કરી સંગઠનને ખૂબ મોટું નુકશાન કરેલ છે. સંગઠનનો ધરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવામાં નહિં આવે તો હજુપણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે. શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દિપક પટેલની તાનાશાહી ના કારણે સનિષ્ઠ કાર્યકરો ઓફિસે જતાં ગભરાય છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરો.

એ.પી.એમ.સીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ લડાવી આસરે 1 કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે નગરપાલિકા ચૂંટણી લડતા નગર સેવકોને પુરૂ પાડ્યું હતું. તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી. વોર્ડ નં. 9 અને 7 માં પણ અન્યાય થયો છે જે.પી. પટેલને બે નંબરમાં અન્યાય થયો છે. બીજો ભાગ હવે પછી આવતા વિકમાં રજૂ કરવામાં આવશે.

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 3 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 4 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 6 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ