BZ બાબતે શું રંધાઇ રહ્યું છે? 6000 કરોડ રૂપિયાનું નહીં પરંતુ ₹450 કરોડનું કૌભાંડ થયું છે: DIG સીઆઇડી ક્રાઇમ

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

6000 હજાર કરોડના BZ પોન્ઝી સ્કિમ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોલીસે ધરપકડ કર્યા પછી અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ અંગે એક ચોંકાવનારો ખુલાસો તે થયો છે કે, આ સ્કેમ 6000 કરોડ રૂપિયાનું નહીં પરંતુ 450 કરોડ રૂપિયાનું જ હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગેની માહિતી સીઈડી ક્રાઈમ ડીઆઈજી પરિક્ષીત રાઠોડે પત્રકાર પરિષદમાં અનેક નવા અપેડટ આપ્યા હતા. તો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, તો પછી 6000 કરોડ રૂપિયાનો આંકડો આવ્યો ક્યાંથી?

BZ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૂછપરછમાં રોકાણની વિગતો આપતાં જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત મળી આવી છે.

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં 27 નવેમ્બર 2024ના રોજ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં આશરે 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

તેની પાસેથી તેના 4 જુના મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ 4 નવા મોબાઇલ ફોન ખરીદ કરી તેમાં નવા 3 સીમકાર્ડ લીધા હતા. જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરતો હતો. તેના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે.

પુછપરછ દરમિયાન BZ FINANCIAL SERVICES ની કુલ-17 શાખાઓ જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમંતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ શાખા (6) ભીલોડા શાખા (7) ખેડબ્રહ્મા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર (રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી.

આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાની હકિકત જણાવી હતી. તેણે 100 અંદાજે કરોડની આશરે 17 થી 18 મિકલતો વસાવી છે. તેના સગા-સંબંધી, મિત્રો સહિતના લોકોની મિલકતની પણ તપાસ કરાઈ રહી છે. બિટ કોઈન- ડિજીટલ કરન્સીમાં રોકાણ કર્યું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આ ગુનામાં અત્યાર સુધી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

પૂછપરછની શરૂઆત કરવામાં આવી તો તેણે ઘણી બધી હકિકતો છુપાવી હતી પરંતુ હવે તમામ માહી પ્રાપ્ત કરી લેવામાં આવી છે. મહિલા પોલીસકર્મી એ તેનો અંગત મુદ્દો છે. તે તેની સાથે લગ્ન કરવાનો હતો એમ તેણે જણાવ્યું હતું. જોકે આ મામલે મહિલા પોલીસકર્મીની મિકલતની પણ તપાસ કરવામાં આવશે.

ફરિયાદીએ 6 હજાર કરોડ લખાવ્યું હતું, પણ હાલમાં 400 થી 450 કરોડની ફિગર મળી રહી છે. તપાસમાં 3 ક્રિકેટરોના નામ સામે આવ્યા છે તેમના રોકાણ અંગે તપાસ થઈ રહી છે. એક ક્રિકેટરનું રોકાણ 10 થી 25 લાખનું છે. એક કરોડથી વધુ રોકાણ કરનાર 10 જેટલા લોકો છે તેમની તપાસ કરાઈ રહી છે. એજન્ટોના પાન કાર્ડ અને સર્વરની તપાસ કરાઈ રહી છે. ડેટા ડિલીટ થયા હશે તો તેને ડિટેક્ટ કરાશે. આ સમગ્ર મામલે રોકાણકારો પાસેથી તેણે શું આર્થિક લાભ લીધો, કેવી રીતે ટ્રાન્ઝેક્શન કર્યું, સી.એના રોલની તપાસ થશે. જોકે નેતાઓ સાથે સબંધની વાત તપાસમાં સામે આવી નથી.

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 1 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 2 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 7 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 8 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 9 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 7 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!