21 વર્ષ પહેલા મોદીનું આપેલું ગ્રામ સંસદનું વચન ફોક, 4 હજાર ગ્રામપંચાયતોની હત્યા ! | Kaal Chakra Part-4

Kaal Chakra Part-4: ગુજરાતમાં હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓ બે વર્ષથી વધુ સમયથી અટકી પડેલી હતી, અને ઘણી ગ્રામ પંચાયતોમાં તલાટીઓ વહીવટદાર તરીકે કામ કરી રહ્યા હતા, જેના કારણે ગામડાના વિકાસના કામો અટકેલા હતા. ત્યારે હવે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે 8326 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ત્યારે આજથી લગભગ 21 વર્ષ પહેલા જે વચનો આપવામા આવ્યા હતા તે વચનોનું શું થયું ? નેતાઓએ શું વાત કરી હતી ? તેમજ 2003 માં તે વખતના મુખ્યમંત્રીએ ગ્રામ પંચાયતને મીની સંસદ બનાવવાની અને તેને એટલી સત્તા આપવાની વાત કરી હતી તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલચક્રમાં વિગતે માહિતી આપી છે.

ગ્રામ પંચાયતોને વધારે સત્તા આપવાની વાત કરી આજે અસ્તિત્વ ખતમ કરી દીધું

આજે ચૂંટણીમાં 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં 50 ટકા એવી ગ્રામ પંચાયતો છેજેને ઉથલાવી નાખવામાં આવી હતી. તેમની પાસેથી સત્તાઓ આંચકી લેવામાં આવી હતી. 21 વર્ષ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે, અમે ગ્રામ પંચાયતોને વધારે સત્તા આપીશું. પરંતુ આ ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ ફેંકી દેવામા આવ્યું હતું.

21 વર્ષ પહેલા મોદીએ શું વાત કરી હતી?

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી પ્રજાસત્તાદિન સુધી ગ્રામસભાનું ક્રાંતિકારી અભિયાન કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યું હતુ. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી મંત્રીમંડળની બેઠકમાં સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ગ્રામસભા યોજવાનું અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો.

મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 મી ઓકટોબર- 2001 ના રોજ શાસન સંભાળતા બંધારણે બક્ષેલા ગ્રામસભામાં નાગરિકને ગામના વિકાસમાં ભાગીદાર બનાવવાનું વચન આપ્યું હતુ. ત્યારે ત્રણ સોપાનોને સવા ત્રણ કરોડ લોકોએ 53 હજાર ગ્રામસભાઓમાં 2 લાખ 76 હજાર પ્રશ્નો રજૂ થયા તેમાંથી 86 ટકા પ્રશ્નોનું નિરાકરણ કરાયુ હતુ.

1 જાન્યુઆરી 2003ના રોજ મોદીએ વિડીયો કોન્ફરન્સનાથી સંખ્યાબંધ ગામોમાં ઈ-ગ્રામસભા યોજીને સીધો સંવાદ કર્યો હતો. જેમાં સત્તાના વિકેન્દ્રીકરણનો સક્ષમ વિકલ્પ પૂરો પાડયો હતો.મુખ્ય પ્રધાને કહ્યું ‘ગ્રામસભા માત્ર જનસભા ન બની રહે પરંતુ ‘લઘુ સંસદ’ નું સ્વરૂપ સાકાર કરે . મહાત્મા ગાંધીજીનાં ગ્રામસ્વરાજનું સપનું સાકાર થાય તે ઉદ્દેશ સાથે ગામડું ‘વિકાસનું એકમ બને અને ગ્રામજનો વિકાસયાત્રાના રખેવાળ બને તે હેતુ પરિપૂર્ણ થવો જોઇએ.

વર્ષોથી માત્ર નિર્ણયના અભાવે અટવાતા ગ્રામજનોને મૂશ્કેલીમાં મૂક્તા સ્થાનિક પ્રશ્નો કે હાલાકીઓનું હજારોની સંખ્યામાં નિરાકરણ ગ્રામસભા લાવી શકી છે અને જિલ્લા તંત્રનું કાર્યભારણ ઘટી ગયું છે. ગ્રામસભાને વધુ પ્રભાવક અને અસરકારક બનાવવા મંત્રીમંડળની પેટા સમિતિએ સૂચનો કર્યા છે તેનો અમલ સત્તાના વિકેન્દ્રીકરણથી થયો છે. ગ્રામસભાનો મુખ્ય આશય સરકાર પાસે ફરિયાદોના ઠરાવો મોકલી આપવાનો નથી પરંતુ ગ્રામજનો પોતાના ગામ માટે કામ કરે.કર્મચારીઓની કામગીરી વિશે ગામ શકિતશાળી માધ્યમ બની રહે તેવી સૂચના નરેન્દ્ર મોદીએ આપી હતી.

ગ્રામ પંચાયતોમાં ભાજપે રાજકારણ ઘૂસાડ્યું

સ્થાનિક સ્વરાજ્યનો ઉદ્દેશ્ય પક્ષ વગરની સરકાર હતો પણ ભાજપે પક્ષાપક્ષી લાવી દીધી અને સરપંચ અને સભ્યોને રાજકીય બનાવી દેવાયા છો અને ગ્રામસભાને રાજકીય બનાવી દીધી છે. સરપંચ બન્યા પછી સરકારી યોજનાના ઠેકા તો સરપંચ રાખવા લાગ્યા છે અને નદીની રેતી અને કુદરતી સંપત્તિ લૂંટે છે.

અત્યારની પરિસ્થિતિ શું છે ?

મનરેગા, માર્ગો, નલ સે જલ, શૌચાલય, આવાસ, ગ્રામ સડક, જળ સંચયના નાણા પડાવી લેવાની ચાલ એટલે ગ્રામપંચાયત, સરપંચ, સભ્યો અને પક્ષના આગેવાન ગામનો વિકાસનો પૈસો ખાઈ જાય છે, ગ્રામસભાને નકામી બનાવી છે. સરપંચો ભાજપ કોંગ્રેસના થઈ ગયા છે, જે ગામ ભાજપને મત આપે તે ગમને સરકારી અનુદાન મળે, મત ન આપે તેને પૈસા નહીં .

EVMથી આખા ગામના મત જાણી શકાય છે તેથી સંસદીય ચૂંટણીમાં EVM બંધ કરો અને ગ્રામ પંચાયતની જેમ બેલેટથી ચૂંટણી કરો.

ગામ વિરોધમાં હોય તો ધારાસભ્ય અને સંસદસભ્ય અને સરકાર અનુદાન આપતા નથી, સરકારનો પક્ષપાત

સરકારને નહીં પણ રાજ્ય ચૂંટણી પંચને 4 હજાર ગામને ચૂંટણી આપતા 3 વર્ષ લાગ્યા, બંધારણીય હત્યા કરતાં રાજ્ય ચુંટણી પંચના અધ્યક્ષ એસ મુરલીક્રિશ્ન

ભાજપની સરકારે પોતાને મત ન આપતા કે અનુકુળ ન હોય એવી 4 હજાર ગ્રામપંચાયતો ઉથલાવી મારી છે, મોદીનું ગ્રામ સંસદનું વચન ફોક

8300 ગ્રામ પંચાયતોમાં બંધારણ વિરૂદ્ધ ભાજપે કામ કર્યું, 2003માં જે મોદીએ વચન આપ્યું તેનાથી વિપરીત કામ કર્યું.

21 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ શું વચનો આપ્યા હતા અને અત્યારે ગ્રામ પંચાયતોની શું સ્થિતિ છે તેના વિશે દિલીપ પટેલે વધુમાં શું માહિતી આપી તે જાણવા જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 7 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 4 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 15 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?