
PM MOdi News: તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કાનપુરના રહેવાસી શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રીએ પરિવારને સાંત્વના આપી અને આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી હતી પરંતું ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદી પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર એક પમ ગુજરાતીના પરિવારને મળ્યા નથી. વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમણે પીડિત પરિવારોને મળવા માટેનો થોડો પણ સમય ન મળ્યો.
પહેલગામ હુમલાના ગુજરાતી પીડિત પરિવારોની અવગણના
22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં ગુજરાતના 3 નાગરિકનો પણ સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના સુરતના શૈલેષ કળથિયા તેમજ ભાવનગરના યતીન પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની બે-દિવસીય મુલાકાતે પધારેલ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પણ ઓપરેશન સિંદૂરના નામે પોતાનો પ્રચાર કર્યો, ઠેર ઠેર ઓપરેશન સિદૂરની થીમ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમના ફોટા સાથે ઓપરેશન સિંદૂરના બેનરો લગાવવામાં આવ્યા પરંતુ જેમના માટે આ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું તે પરિવારને મળવાનો સમય મોદીને ન મળ્યો.
કાનપુરમાં સાંત્વના, ગુજરાતમાં ઉદાસીનતા? શું ગુજરાતી પીડિતોનું દુઃખ ઓછું છે?
ગઈ કાલે પીએમ નરેન્દ્ર મોદી કાનપુરની મુલાકાતે ગયા હતા આ દરમિયાન તેઓ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા કાનપુરના શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા હતા. શુભમની પત્ની ઐષ્ણ્યાએ પીએમ મોદીને જોયા કે તરત જ તે રડવા લાગી. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. આ જોઈને પીએમ મોદી પણ ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ ઐશ્ન્યાને ખાતરી આપી કે આખો દેશ તેમની સાથે ઉભો છે. પીએમ મોદીએ તેમને મળવાની ખાતરી આપી. પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. વાત હજુ પૂરી થઈ નથી. આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે. જ્યારે મોદીને કાનપુરના પીડિત પરિવારને મળવાનો સમય મળે છે ત્યારે તેમના દ્વારા ગુજરાતના પીડિત પરિવારોની અવગણનાએ સવાલો ઉભા કર્યા છે. મોદી પાસે ગુજરાતના પોતાના લોકો માટે શા માટે સમય નથી? શું ગુજરાતી પીડિતોનું દુઃખ ઓછું છે? જ્યારે વડાપ્રધાન ઓપરેશન સિંદૂરની સફળતાને દેશની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કરે છે, ત્યારે ગુજરાતના પીડિત પરિવારની અવગણના આશ્ચર્યજનક છે.
શું મોદી શીતલબેન તેમજ પીડિત પરિવારનો સામનો કરી શકે તેમ નહોતા ?
ઉલ્લેખનીયછે કે, પહેલગામ હુમલામાં પોતાના પતિ શૈલેષભાઈ કળથિયાને ગુમાવનાર સુરતની શીતલબેન કળથિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સમક્ષ તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. શૈલેષભાઈના અંતિમ સંસ્કાર દરમિયાન સુરતમાં શીતલબેને આક્રોશ સાથે કહ્યું, “તમે કાશ્મીરનું નામ બદનામ કરો છો, વાંધો સરકાર અને સુરક્ષામાં છે. જનતાના પૈસે નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે છે, પણ જનતાની જીવનું કંઈ નહીં ?” શીતલ કળથિયાએ પાટીલની બોલતી બંધ કરી દીધી હતી. જેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો અને લોકોએ શીતલબેનની હિંમતને ખુબ દાદ આપી હતી. ત્યારે શું મોદી શીતલબેન તેમજ પીડિત પરિવારનો સામનો કરી શકે તેમ નહોતા ? શું તેમને કોઈ ડર હતો કે પછી ગુજરાતના પીડિત પરિવારો પ્રત્યે તેમને સંવેદના ન હતી.
શું મોદી પોતાના કપડા બદલવામાં વધારે વ્યસ્ત હતા ?
પીએમ વડોદરામાં પીએમ મોદી કર્નલ સોફિયા કુરેશીના માતા-પિતા અને બહેનને પણ મળ્યા હતા. તેમજ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમ મોદીના રોડ શો પર ફૂલોની વર્ષા કરી હતી ત્યારે મોદીએ પોતાની ગાડી ધીમી પડાવી હતી સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાને કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવાર સાથેની મુલાકાત દરમિયાન ભાવુક થઈને ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું એવું જણાવ્યું હતું, જેની પ્રશંસા થઈ. પરંતુ પહેલગામમાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારે પ્રત્યે આવી સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો હતો. કદાચ તેઓ ગુજરાતમાં પોતાના કપડા બદલવામાં વધારે વ્યસ્ત હશે. ગુજરાતની મુલાકાતના ફોટા પરથી જોઈ શકાય છે કે પીએમ મોદી એક જ દિવસમાં અનેક વખત કપડા બદલે છે. જેથી તેમના ફોટા સારા આવે. પરંતુ બે દિવસની મુલાકાતમાં મોદી પાસે પીડિત પરિવારને મળવાનો સમય નથી મળતો…
આ પણ વાંચો:
આજે ગુજરાત સહિતના રાજ્યોમાં સિવિલ ડિફેન્સની “Operation Shield” મોકડ્રિલ
Gujarat Weather: આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા
Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ
Mahisagar: નાયબ મામલદારે અડધા દિવસમાં અનુ. જનજાતિના 357 દાખલા કાઢ્યા, પછી શું થયું?
Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?
Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ