UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો

  • India
  • June 6, 2025
  • 0 Comments

Accused killed by UP police:  ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આલમબાગ વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. ગયા બુધવારે થયેલા જઘન્ય ગુનાના આરોપીઓને શોધવા માટે પોલીસે 5 ખાસ ટીમો બનાવી હતી. માત્ર 24 કલાકની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી દીપક વર્માને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. દીપક વર્મા પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

મધ્યરાત્રિની ઘટના અને આરોપીઓની ઓળખ

આ શરમજનક ઘટના બુધવારે મોડી રાત્રે બની, જ્યારે ઉન્નાવનું એક દંપતી તેમની 3 વર્ષની પુત્રી સાથે આલમબાગ મેટ્રો સ્ટેશન નીચે ફૂટપાથ પર સૂઈ રહ્યું હતું. રાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યાની આસપાસ દીપક વર્મા બાળકીને ઉપાડી ગયો હતો. તેને થોડે દૂર લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો અને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને મળતા જ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા, જેના કારણે આરોપી દીપક વર્માની ઓળખ થઈ ગઈ. તેની ધરપકડ માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું. ઉપરાંત રસ્તામાં લગાવેલા અન્ય સીસીટીવી કેમેરાની મદદથી દીપકની સ્કૂટીનો નંબર પણ ટ્રેક કરવામાં આવ્યો.

બાળકીની હાલત ગંભીર

આરોપી બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીને મૂકીને ભાગી ગયો હતો. રડવાનો અવાજ સાંભળીને એક રાહદારીએ તેના માતાપિતાને જાણ કરી હતી. પરિવાર તાત્કાલિક પહોંચી બાળકીને નજીકની લોકબંધુ હોસ્પિટલમાં લઈ ગયો હતી.જ્યાં ડોક્ટરોએ પુષ્ટિ આપી કે તેના પર બળાત્કાર થયો છે. બાળકીની ગંભીર સ્થિતિ જોઈને પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં રિફર કરવામાં આવી.

પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર મરાયો

આલમબાગ પોલીસ અને ઝોનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીસીપી સેન્ટ્રલ આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કેસમાં આલમબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ પછી જ્યારે પોલીસે આલમબાગ વીવીઆઈપી રોડ પર આરોપી દીપક વર્માને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે કરેલા જવાબી ગોળીબારમાં આરોપીનું મોત થયું હતું. એવું કહેવાય છે કે ઐશબાગ વિસ્તારનો રહેવાસી દીપક વર્મા રેલવેમાં પાણી સપ્લાયર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો:

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

UP: મદરેસા સંચાલકે શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો, પરિવારે પુત્રીને બેભાન અવસ્થામાં જોઈ…

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?

રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?

Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 2 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 9 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 7 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’