સરકારની નવા વર્ષે શુભ શરૂઆત; 23 IPS બાદ 26 IAS અધિકારીઓને પ્રમોશન

રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે. આ 26 IASમાંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.

તો અડધી રાત્રે રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન સહિત બદલીઓ પણ કરવામાં આવી હતી. તે ઓર્ડરમાં પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગનાં સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.

જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ : 1. ડો. રવીન્દ્ર પટેલ, કાર્યકારી નિયામક, પો. હા., 2. શેફાલી બરવાલ, SP, અરવલ્લી, 3. પ્રેમસુખ ડેલુ, SP, જામનગર, 4. પ્રવીણ કુમાર, SP, CBI, દિલ્હી, 5. અમિત વસાવા, SP, CBI, મુંબઈ, 6. બી. આર. પટેલ, કમાન્ડન્ટ, મેટ્રો સિક્યોરિટી

આ પહેલા ASIને પ્રમોશન આપીને બનાવ્યા હતા PSI

ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. 30 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પી.એસ.આઇથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કૂલ 6770 કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

2024ના વર્ષમાં 314 PSIને પ્રમોશન

વર્ષ-2024માં 314 પી.એસ.આઇને પી.આઇ, 397 એ.એસ.આઇને પી.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 231 ક્લેરિકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હાલનો હોદ્દો પ્રમોશન

  1. નીરજા ગોટરુ, એડીજીપી, પોલીસ ભરતી બોર્ડ ડીજીપી, પોલીસ ભરતી બોર્ડ
  2. નિપુણા તોરવણે, સચિવ, ગૃહ એડીજીપી, ગૃહ
  3. હિતેશ જોયસર, એસપી, સુરત ગ્રામ્ય ડીઆઈજી, સુરત ગ્રામ્ય
  4. તરુણ દુગ્ગલ, એસપી, મહેસાણા ડીઆઈજી, મહેસાણા
  5. ચૈતન્ય માંડલિક, એસપી, CID ક્રાઇમ ડીઆઈજી, CID ક્રાઇમ
  6. સરોજકુમારી, એસપી, પશ્ચિમ રેલવે ડીઆઈજી, પશ્ચિમ રેલવે
  7. આર. વી. ચુડાસમા, કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-9, વડોદરા ડીઆઈજી, SRPF, ગ્રુપ-9, વડોદરા
  8. આર. પી. બારોટ, ડીસીપી, ઝોન-5, સુરત એડિ. કમિશનર, ઝોન-5, સુરત
  9. ડો. જી. એ. પંડ્યા, એસપી, સુરેન્દ્રનગર ડીઆઈજી, સુરેન્દ્રનગર
  10. રાજન સુસરા, એસપી, મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હજીરા ડીઆઈજી, મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હજીરા
  11. સુધા પાંડે, કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-13, રાજકોટ ડીઆઈજી, SRPF, ગ્રુપ-13, રાજકોટ
  12. સુજાતા મજમુદાર, ડે. ડિરેક્ટર, સ્ટેટ પોલીસ એકેડેમી જોઈન્ટ ડિરેક્ટર, સ્ટેટ પોલીસ એકેડેમી

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 3 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ