Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

Surat: રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારનો મુશ્કેલીમાં મુકતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ છાત્રાલયની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે.

સુરતમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં અમર જ્યોત કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થી કિનસુકકુમાર મનોજભાઈ ચૌધરીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના કારણે માતા-પિતાને થતો ખર્ચ હવે બંધ થશે અને તે ભણી શક્યો ન હોવાનું કારણ તેના માતા-પિતાની કોઈ ભૂલ નથી.

પ્રાથમિક જાણકારી મુજબ કિનસુકકુમાર, જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, તેણે 15 જૂનના રોજ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાની જાણ સવારે થતાં ઉમરપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉમરપાડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો.

સુસાઈડ નોટમાં બહેનોની સંભાળની વિનંતી

પોલીસે કિનસુકની સુસાઈડ નોટ કબજે કરી છે, જેમાં તેણે ચૌધરી ભાષામાં પોતાની બહેનોની સંભાળ રાખવા અને ખર્ચ ન કરવાની વિનંતી કરી છે. તેમજ, માતા-પિતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે, “મારા લીધે તમને ઘણો ખર્ચ થતો હતો, હવે તે નહીં થાય. હું ભણી શક્યો નહીં, પણ તેમાં તમારો કોઈ વાંક નથી.”

પરિવારનો એકમાત્ર દીકરો

કિનસુક તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેણે 9 જૂન, 2025ના રોજ જ હોસ્ટેલમાં નવું એડમિશન લીધું હતું. માત્ર પાંચ દિવસ પહેલાં જ તે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. આ ઘટનાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે, અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાએ ચકચાર મચાવી છે.

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
    • September 21, 2026

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

    • September 21, 2026
    • 5 views
    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

    • September 21, 2026
    • 7 views
    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

    • September 21, 2026
    • 9 views
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    • September 21, 2026
    • 10 views
    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    • September 21, 2026
    • 7 views
    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

    • September 21, 2026
    • 10 views
    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?