અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

AMC Corruption: ગુજરાતમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અધિકારીઓ સત્તા અને પદનો દુર્પયોગ કરી ભાજપા સરકારમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ સુરેન્દ્રભાઈ શાહની ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે. તેમના પર 2012થી 2022 દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા 3.07 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવવાનો આરોપ છે.

ફોરેન્સિક તપાસમાં ખુલાસો

ACBને મળેલી ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસમાં જીજ્ઞેશ શાહની આવક અને ખર્ચની વિગતો એકત્ર કરવામાં આવી હતી. ફોરેન્સિક એકાઉન્ટિંગ અને ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી કરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ પોતાના અને પરિવારના સભ્યોના નામે મકાન, જમીન, અને સોનામાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. આ મિલકતોનું કુલ મૂલ્ય 3.07 કરોડ રૂપિયા છે, જે તેમની જાણીતી આવક કરતાં 102 ટકા વધુ છે.

ધરપકડ અને કાર્યવાહી

ગુરુવારે, 19 જૂન 2025ના રોજ ACBએ જીજ્ઞેશ શાહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી, તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આરોપીએ AMCમાં ચાલતા ભ્રષ્ટાચારના માધ્યમથી આ સંપત્તિ એકઠી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ACBના અધિકારીઓનું માનવું છે કે, વધુ તપાસથી AMCમાં ચાલતા અન્ય કૌભાંડોની વિગતો પણ બહાર આવી શકે છે.

આ ઘટનાએ અમદાવાદમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો AMCમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આવા કેસો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. ACBએ આ કેસમાં વધુ તપાસ ચાલુ રાખી છે, અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો:

Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?

Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Justice Yashwant Verma case: CCTV સાથે છેડછાડ, પુત્રીએ બદલ્યું નિવેદન, ઘરેમાંથી મળેલા નોટોના ઢગલા અંગે મોટા ખુલાસા

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ