Gujarat Bypolls Results:કડી-વિસાવદર પેટાચૂંટણીની મતગણતરી શરૂ, કોણ મેદાન મારી જશે?

Gujarat Bypolls Results:ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઈ ગઈ છે. ત્યારે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સમગ્ર પ્રક્રિયાનું CCTV દ્વારા સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ બંને બેઠકોના પરિણામોની અસર ગુજરાતના રાજકારણ પર પડી શકે છે, જેના કારણે રાજકીય પક્ષો અને મતદારોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. તેમજ બહુ ચર્રિત બેઠક વિસાવદરમાં કોણ બાજી મારશે તેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ છે.

વિસાવદરમાં ગણતરી શરુ

વિસાવદર વિધાનસભા બેઠકની મતગણતરી સવારે 8 વાગ્યે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થઈ છે.અહીં 294 બૂથ દીઠ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી થઈ છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે. આ બેઠક પર ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઈટાલીયા વચ્ચે મુખ્ય ટક્કર છે, જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરીયા પણ મેદાનમાં છે. અહીં મતદાની સંખ્યાની વાત કરવામાં આવે તો વિસાવદરમાં કુલ 2,61,110 મતદારો હતા, જેમાંથી 1,48,669 મતદારોએ (56.89%) મતદાન કર્યું હતું. આ બેઠક પર ચૂંટણી સમયે સૌથી વધુ ગરમાવો જોવા મળ્યો હતો તેમજ બે બુથ પર ગેરરિતી થતા ફરીથી મતદાન પણ થયું હતુ ત્યારે આ બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે.

કડી ખાતે મતગણતરી શરૂ

કડી વિધાનસભા બેઠકની મતગણતરી મહેસાણાના ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (GTU-ITR), મેવડ ખાતે શરૂ થઈ છે. અહીં 194 બૂથ દીઠ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં ગણતરી થશે. આ બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કડીમાં 57.90% મતદાન નોંધાયું હતું. મતગણતરીમાં માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર અને આસિસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ જોડાયો છે.

પરિણામો પર સૌ કોઈની નજર

આ બંને બેઠકોના પરિણામો ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો ભાજપ બંને બેઠકો જીતે, તો તે રાજ્યમાં પોતાની પકડને વધુ મજબૂત કરશે. જો AAP વિસાવદર જીતે, તો તે ગુજરાતમાં પોતાનું આધાર વિસ્તારવાની દિશામાં મોટું પગલું ગણાશે, જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે. તેવી જ રીતે, કોંગ્રેસની કડીમાં જીત પક્ષમાં નવો ઉત્સાહ લાવી શકે છે.

બંને બેઠકોના પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થવાની શક્યતા છે. આજે દિવસભર રાજકીય વર્તુળોની નજર આ પરિણામો પર રહેશે, જે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

 

આ પણ વાંચો:

UP: લગ્નના 12 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ, કાકાએ લગાવ્યા ગંભીર આરોપ!

   UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!

Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?

Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

Banaskantha: અમીરગઢમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સામાન કાઢવામાં પણ મુશ્કેલી

Congress change president: 2027ની ચૂંટણી જીતવા કોંગ્રેસે ગુજરાતમાં 40 પ્રમુખોને બદલી નાખ્યા

Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

Related Posts

Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ
  • September 2, 2025

Anand Nawakhal Child kidnapping: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં શનિવારે સાંજે 4:10 વાગ્યે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની. જેમાં સાડા પાંચ વર્ષની એક નાનકડી બાળકીનું અપહરણ થયું. આ…

Continue reading
Gujarat Rain Forecast: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું હશે વાતાવરણ?
  • September 2, 2025

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ દિવસોમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો

  • September 2, 2025
  • 6 views
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’,  મસ્કે આપ્યો ટેકો

Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

  • September 2, 2025
  • 6 views
Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

  • September 2, 2025
  • 8 views
Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

  • September 2, 2025
  • 21 views
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?

  • September 2, 2025
  • 13 views
Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?

ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112

  • September 2, 2025
  • 13 views
ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112