Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

  • World
  • June 24, 2025
  • 0 Comments

Iran Israel War: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સાથે યુદ્ધવિરામ કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી નેતન્યાહૂએ યુદ્ધ બંધ કરવાની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું કે અમે ઈરાન સાથે યુદ્ધવિરામ કરી રહ્યા છીએ કારણ કે જે હેતુઓ માટે હુમલો કરવામાં આવ્યો હતો તે બધા જ લક્ષ્યો પૂર્ણ થઈ ગયા છે. નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં ઈરાનને ચેતવણી આપી હતી અને એમ પણ કહ્યું હતું કે યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનનો ઇઝરાયલ સખત જવાબ આપશે.

ઇઝરાયલી ન્યૂઝ વેબસાઇટ જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે યુદ્ધવિરામ કરાર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. કતાર ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોમાં મધ્યસ્થી કરી છે.

ટ્રમ્પે સૌપ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરી

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી લડાઈ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ટ્વીટ કરીને જાહેરાત કરી કે મંગળવાર રાતથી યુદ્ધવિરામનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે શરૂઆતમાં ઈરાને તેનો ઇનકાર કર્યો હતો અને ઇઝરાયલે પણ મૌન સેવ્યું હતું, થોડા કલાકો પછી બંને દેશો યુધ્ધ માટે સંમત થયા. આ પછી બંને પક્ષોએ યુદ્ધવિરામની પુષ્ટિ કરી.

13 જૂનની સવારે ઇઝરાયલે ઇરાનમાં ભીષણ હુમલા કર્યા. આ હુમલાઓમાં ઇરાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા. ઇરાને આના પર યુદ્ધ જાહેર કર્યું અને બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા. ઇરાન તરફથી સતત મિસાઇલો છોડવામાં આવી રહી હતી. તે જ સમયે ઇઝરાયલ તરફથી પણ ઇરાનમાં હુમલા કરવામાં આવી રહ્યા હતા. આ12 દિવસના યુદ્ધમાં બંને દેશોમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે.

22 જૂને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના આ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું. અમેરિકાએ ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી સોમવારે ઈરાને કતારમાં યુએસ લશ્કરી ઠેકાણા પર મિસાઇલો છોડી. આનાથી આ યુદ્ધ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાશે તેવો ભય ઉભો થયો હતો. આવી સ્થિતિમાં આ યુદ્ધવિરામથી આરબ વિશ્વએ ચોક્કસપણે રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો:

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ