
Mumbai News: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી ગુરુ અને શિષ્યને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યા શિક્ષિકાએ શિક્ષણ જગત અને સમાજને શર્મશાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. મહિલા શિક્ષકે એક સગીર વિદ્યાર્થીનીને ફાઈસ્ટાર હોટલમાં લઈ જઈ દારુ પીડાવ્યો, પછી શરીર સંબંધ બંધાવ્યા. જાણવા મળ્યું છે કે શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી બાળકનું શોષણ કરતી હતી.
મળતી માહિતી મુજબ મુંબઈની એક જાણીતી શાળામાં એક મહિલા શિક્ષિકાએ એક સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ પરિવારની ફરિયાદના આધારે પોલીસે જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ (POCSO) કાયદા હેઠળ મહિલા શિક્ષિકાની ધરપકડ કરી છે. જાણો સમગ્ર હચમચાવી નાખતી ઘટના
મહિલા શિક્ષકે સગીરને ફસાવવા બહેનપણીનો સાથ લીધો
મળેલી માહિતી મુજબ અંગ્રેજી વિષય ભણાવતી શિક્ષિકાએ 11મા ધોરણમાં અભ્યાસ કરતા 16 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સંબંધ માગ કરી હતી. સગીરના નિવેદન મુજબ જ્યારે વિદ્યાર્થીએ શિક્ષિકાના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે મહિલા શિક્ષિકાએ તેની બેહનપણીનો સહારો લઈ સગીર છોકરાને મનાવવાની કોશિશ કરી હતી.
ફાઈવ સ્ટાર શિક્ષિકા વિદ્યાર્થીને લઈ ગઈ
આ ઘટના અંગે જે માહિતી બહાર આવી છે તે મુજબ મહિલા શિક્ષિકા દર વખતે વિદ્યાર્થીને દારૂ પીવડાવતી હતી. આ પછી તે વિદ્યાર્થીને દક્ષિણ મુંબઈ અને એરપોર્ટ નજીકની ઘણી ફાઇવ સ્ટાર હોટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતુ. ત્યાં તેણે સગીર સાથે સેક્સ માણ્યું હતુ.
શિક્ષિકાના આ રીતે ભાંડો ફૂટ્યો?
ઘણા મહિનાઓ પછી વિદ્યાર્થીના પરિવારે તેના વર્તનમાં ફેરફાર જોયો અને તેને તેના વિશે પૂછ્યું, ત્યારબાદ 16 વર્ષિય છોકરાએ તેના પરિવારને આખી સમગ્ર ઘટના કહી હતી. જેથી પરિવાર પણ ચોકી ગયો હતો અને તાત્કાલિક મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી. આ પછી પોલીસે શિક્ષિકા વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં શિક્ષિકાને મદદ કરનાર તેની બહેનપણી હજુ પણ ફરાાર છે. જેને પોલીસ શોધી રહી છે. આ ઘટનાએ શિક્ષણ જગત અને ગુરુ અને શિષ્યના સંબંધને શર્મશાર કર્યા છે.
શિક્ષિકા દવા વિદ્યાર્થીની દવા આપતી
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પીડિત વિદ્યાર્થીની આ જાતીય સતામણી 1 વર્ષથી વધુ સમયથી થઈ રહી હતી. મળતી માહિતી અનુસાર આરોપી શિક્ષિકા વિદ્યાર્થીને મૌન રહેવા માટે ડિપ્રેશન વિરોધી દવાઓ પણ આપતી હતી.
આ પણ વાંચોઃ
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
મધ્યમ વર્ગને હવે GST માંથી મળી શકે છે મોટી રાહત, 12 ટકા સ્લેબ ખતમ થશે!, આ વસ્તુઓ સસ્તી
GST ને 8 વર્ષ પૂર્ણ થતાં રાહુલે કહ્યું GST આર્થિક અન્યાયનું હથિયાર!, લોકોને હેરાન કરનારી વ્યવસ્થા
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!