
Bageshwar Dham: મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં મંડપ તૂટી પડવાથી એક ભક્તનું મોત થયું જ્યારે 12 લોકો ઘાયલ થયા. આ ભક્તો છતરપુરના આ આશ્રમમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસમાં હાજરી આપવા માટે અહીં આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. હાલ અહીં 1 થી 3 જુલાઈ દરમિયાન બાલાજીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે મંડપ તૂટવાનો હતો તે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભવિષ્યવાણી કેમ ન કરી?, તેઓ ચીઠ્ઠી કાઢી લોકોની ભવિષ્યવાણી કરે છે. જો કે આજે તેમના જ દરબારમાં એક ભક્તનું મોત અને ઘણા ઈજાઓનો ભોગ બન્યા છે. જો કે તેમણે આ ઘટનાની ભવિષ્ણવાણી ન કરી. જો કરી હોત તો કદાચ એક ભક્તોનો જીવ ન ગયો હોત.
તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામના કથાકાર પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 4 જુલાઈના રોજ બાગેશ્વર ધામ ખાતે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ માટે ભક્તોની ભીડ બાગેશ્વર ધામ પહોંચી ગઈ છે. આ કાર્યક્રમ માટે બાગેશ્વર ધામને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
આખરે શું થયું?
ઉત્તર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. સવારની આરતી પછી અચાનક વરસાદ શરૂ થયો, તેથી ભક્તો પોતાને બચાવવા માટે મંડપ નીચે ભેગા થયા. તંબુ જેવા મંડપ પર ઘણું પાણી જમા થઈ ગયું અને તે નીચે પડી ગયું. પંડાલની રચનામાંથી એક લોખંડનો ખૂણો એક ભક્તના માથામાં વાગ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. અન્ય એક ભક્તને પણ ગંભીર ઈજા થઈ. તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઈજાગ્રસ્ત રાજેશે જણાવ્યું કે આ દુર્ઘટના તેના સસરા લાલા શ્યામલાલ કૌશલનું મોત થયું છે. પરિવારના 6 સભ્યો ઘાયલ થયા છે. ઘાયલોમાં પત્ની સૌમ્યા, પુત્રી પારુલ, પુત્રી ઉન્નતી, પાડોશી આર્યન, કમલાનો સમાવેશ થાય છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજેશે વધુમાં કહ્યું અમે દોડીને મંડપ નીચે ઊભા રહ્યા અને જ્યારે વરસાદ બંધ થયો ત્યારે અચાનક પંડાલ પડી ગયો અને નાસભાગ મચી ગઈ. અમે દોડીને અમારા જીવ બચાવ્યા. અહીં મંડપમાં લગભગ 15 થી 20 લોકો તેની નીચે દટાઈ ગયા, પછી ત્યાં હાજર લોકોએ તેમને બહાર કાઢ્યા. તેમણે જણાવ્યું કે બડે પાપાના માથામાં લોખંડનો પાઇપ વાગ્યો હતો, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાઈપોમાં પાણી ભરાઈ જવાને કારણે તે તૂટી ગઈ
ઘનશ્યામ લોઢા ગુના જિલ્લામાંથી બાગેશ્વર ધામના દર્શન કરવા આવ્યા હતા. તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર બાગેશ્વર ધામ ગડા આવ્યા હતા. તેમણે કહ્યું કે મંડપમાં અમારી સાથે 50 થી વધુ લોકો બેઠા હતા અને પાણી પડી રહ્યું હતું. પાઈપોમાં પાણી ભરાઈ જવાને કારણે તે તૂટી ગઈ હતી, જેના કારણે આ ઘટના ઘટી છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 વ્યક્તિનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. વહીવટી આંકડા હજુ સુધી આવ્યા નથી.
ત્યારે હવે આવતીકાલે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ છે. અને આજે ધામમાં એક ભક્તનું મોત થઈ ગયું છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી જન્મદિવસ ઉજવશે કે નહીં ઉજવે તેની માહિતી સામે આવી નથી.
પોલીસે શું કહ્યું?
બામિથા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આશુતોષ શ્રુતિયાએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે બની હતી. દરબાર હોલની સામે એક વોટરપ્રૂફ ટેન્ટ લગાવવામાં આવ્યો હતો અને તેમાં ઘણું પાણી ભરાયેલું હતું. જોરદાર પવન અને દબાણને કારણે ટેન્ટનો એક ભાગ નીચે પડી ગયો. આમાં 8 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 4 લોકો ગંભીર હાલતમાં છે. 4 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે.
આ પણ વાંચોઃ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
મધ્યમ વર્ગને હવે GST માંથી મળી શકે છે મોટી રાહત, 12 ટકા સ્લેબ ખતમ થશે!, આ વસ્તુઓ સસ્તી
GST ને 8 વર્ષ પૂર્ણ થતાં રાહુલે કહ્યું GST આર્થિક અન્યાયનું હથિયાર!, લોકોને હેરાન કરનારી વ્યવસ્થા
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!