PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા

મોટા ભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો જ આવે છે. રોજે રોજ અરજદારો પોતાના જીવન જરુરિયાતો કામો માટે સરકારી કચેરીએ ધક્કા ખાવા મજબૂર બને છે. જો કે અધિકારીઓ સરખા જવાબ ન આપતાં વચેટિયાઓનો ભોગ બનવું પડતું હોય છે. જ્યાં વચેટિયાઓ અરજદારો પાસેથી વધુ નાણાં વસૂલી લેતાં હોય છે. ત્યારે ગુજરાતના એક અધિકારીએ એવું કામ કર્યું છે. ગુજરાતમાં વિડિયો વાઈલ થયો છે.

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેને લઇને સમગ્ર પંથચકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો સાથે થતી હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સોંગંદનામામાં વધુ નાણાંની વસૂલાત

પંચમહાલના ગોધરામાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા પોતે અરજદાર બનીને સેવા સદનની કચેરીમાં પહોંચ્યા હતા. તેમણે ધોતિયું અને માથે ટોપી પહેરી હતી. જેથી એક નજરે કોઇપણ ઓળખી ન શકે કે આ કોઇ અધિકારી હશે. સેવા સદનમાં તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં સોગંદનામું, બેંક ચલણ સહિત માટે રૂપિયા 300નો ખર્ચ અરજદારને કરવો પડતો હોવાનું બહાર આવ્યું હતુ.

અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250 એફિડેફિટ ખર્ચ

સરકારી નિયમ અનુસાર રેશનકાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિશુલ્ક સ્વ ઘોષણા પત્ર લેવામાં આવે છે, છતાં અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250 એફિડેફિટ ખર્ચ કરાવવામાં આવે છે. જેથી અરજદારો ઉપર વધારાના ખોટા ખર્ચનો આર્થિક બોજો પડતો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે.

સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવ્યું છે કે એક દિવસમાં રેશનકાર્ડનું કામ થતું નથી. જેથી, મામલતદાર ગોધરા(ગ્રામ્ય) અને ગોધરા(શહેર) ખાતેથી રેશનકાર્ડના ફોર્મ નં. 2 થી 9 માટે જે એફિડેવિટ કરવામાં આવેલ છે. તેવી અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઇ જવાબદાર અધિકારી / કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા પીટીશન રાઈટરો સામે નિયમાનુસારની કાર્યવાહી  કરવા આદેશ કરાયો છે. 

અધિકારીઓને નોટીસ ફટકારી

તપાસમાં સામે આવ્યું હતું કે જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી થતી હતી અરજદારો પર ખોટી રીતે આર્થિક બોજો નાખીને પરેશાન કરવામાં આવતાં હતા. સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને નોટિસ ફટકારી જવાબો રજૂ કરવા જણાવ્યું છે.

 

 

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 2 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 5 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ