Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

  • India
  • July 10, 2025
  • 0 Comments

Maharashtra School Girls Menstruation  Checkup: મહારાષ્ટ્રના થાણેમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યા ગુરુ શિષ્યને સાચી દિશા બતાવવાનું કામ કરે છે. જોકે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શાળામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સૌ કોઈને હચમચાવી દીધા છે. થાણેની એક શાળામાં છોકરીઓને તેમના માસિક ધર્મ તપાસવાના નામે કપડાં ઉતારવા આવ્યા હોવાની ઘટના બની છે. ત્યારે શિક્ષણ ધામમાં જ શિક્ષકોની આવી હરકત કેટલી યોગ્ય? હાલ તો આ  કેસમાં પોલીસે શાળાના આચાર્ય અને 4 શિક્ષકો સહિત 8 લોકો સામે કેસ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

થાણે જિલ્લાના શાહપુરમાં આવેલી એક ખાનગી શાળામાં ધોરણ 5 થી 10 ની વિદ્યાર્થીઓને માસિક ચક્ર તપાસવા માટે તેમના કપડાં કાઢવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ

મંગળવારે શાહપુર શહેરની આર.એસ. દામાણી શાળામાં આ ઘટના બની હતી. જ્યારે શાળાના શૌચાલયમાં લોહીના ડાઘ મળી આવ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટના આ પગલાથી વિદ્યાર્થીનીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે. ગુસ્સે ભરાયેલા વાલીઓએ આજે ​​સ્કૂલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અને ઘટનામાં સામેલ મેનેજમેન્ટ અને શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

વિદ્યાર્થીનીઓને એક એક કરી તપાસી  

એક વિદ્યાર્થીનીના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ધોરણ 5 થી 10 ની તમામ વિદ્યાર્થિનીઓને શાળાના કન્વેન્શન હોલમાં બોલાવવામાં આવી હતી. જ્યાં પ્રોજેક્ટરમાં શૌચાલય અને ફ્લોર પર લોહીના ડાઘના ચિત્રો બતાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેમાંથી કોઈને માસિક ધર્મ આવી રહ્યું છે. આ પછી હા અને ના પાડનારી છોકરીને અલગ કરવામાં આવી. હા કહેનાર વિદ્યાર્થીનીઓની અંગૂઠાના છાપ સહિત વિગતવાર માહિતી લીધી હતી.

જ્યારે માસિક નથી આવતું તેવું કહેનાર વિદ્યાર્થીનીઓને એક-એક કરીને શૌચાલયમાં લઈ જવામાં આવી હતી. જ્યા એક મહિલા સ્ટાફ સભ્યએ તેમની વ્યક્તિગત તપાસ કરી હતી.

ફરિયાદના આધારે શાળાના આચાર્ય, 4 શિક્ષકો, મહિલા સ્ટાફ અને બે ટ્રસ્ટીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. થાણે ગ્રામીણ અધિક પોલીસ અધિક્ષક રાહુલ ઝલ્ટે જણાવ્યું હતું કે જ્યારે વાલીઓને ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ શાળામાં પહોંચ્યા અને દોષિત શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી, પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

ઝલ્ટે વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. શાહપુર પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ, શિક્ષકો સહિત સ્ટાફના 8 લોકો સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 74 (મહિલાની નમ્રતા ઠેસ પહોંચાડવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળજબરી), કલમ 76 (મહિલાના કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળજબરી) અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ (POCSO) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

 

 

Related Posts

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’
  • December 16, 2025

Rana Balachoria Murder: પંજાબના મોહાલીના સોહાનામાં ચાલી રહેલી એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા પર ગોળીબાર કર્યો હતો, ગોળીઓ વાગતા…

Continue reading
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
  • December 15, 2025

Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 2 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 4 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 6 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 7 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 16 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 15 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!