Delhi Rain: દિલ્હી સરકારે ઘરે ઘરે પાણી આપવાનું વચન પુરુ કર્યું? આ છે પ્રિ-મોન્સુન કામગીરી

  • India
  • July 10, 2025
  • 0 Comments

Delhi Rain: છેલ્લા 12 કલાકથી સતત વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી અને ગુરુગ્રામના રસ્તાઓ પર વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા. ઘણા વિસ્તારોમાં લોકો પાણીમાં ડૂબી ગયા. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ રોડ પર પહાડ તૂટી પડ્યો છે.દિલ્હીમાં ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. ગુરુગ્રામ સેક્ટર 6 માં શીતલા માતા મંદિર પાસે વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. લોકો પાણીમાં ડૂબી ગયા હતા. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર નરસિંહપુર નજીક સર્વિસ લેન પર 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. આજે દિલ્હી અને ગુરુગ્રામમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ચોમાસાની શરૂઆતમાં જ દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યા

દિલ્હી-એનસીઆરમાં ચોમાસાની શરૂઆતથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે રસ્તાઓ, ટ્રાફિક અને રોજિંદા જનજીવન પર નોંધપાત્ર અસર પડી છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે લાજપત નગર, આર.કે. પુરમ, દ્વારકા અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાયું હતું, જેના કારણે ટ્રાફિક જામ અને ફ્લાઈટ્સની અવરજવર પર અસર થઈ હતી. ભારતીય હવામાન વિભાગએ રેડ એલર્ટ જારી કરીને 70-80 કિ.મી./કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી હતી.

મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા માટે પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, મિંટો બ્રિજ જેવા પાણી ભરાવાના સંવેદનશીલ વિસ્તારોમાં ઓટોમેટિક પંપ લગાવવામાં આવ્યા છે અને 2.5 કિ.મી. લાંબી પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે.

આપ નેતાના મુખ્યમંત્રી પર પ્રહાર

AAP નેતા જર્નૈલ સિંહે 10 જુલાઈ 2025ના રોજ X પર પોસ્ટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, “એક કલાકના વરસાદમાં દિલ્હી પાણીમાં ડૂબી ગઈ છે, પરંતુ મુખ્યમંત્રી અને મંત્રીઓ જનતાને ભગવાન ભરોસે છોડીને પોતાના મહેલોમાં આરામ ફરમાવી રહ્યા છે.”

સરકારની પ્રિ-મોન્સૂન તૈયારીઓ પર સવાલ

મહત્વનું છે કે, દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે ચોમાસામાં ચર્ચાનો વિષય બને છે, અને આ વખતે પણ રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપોનો દોર ચાલુ છે. AAP નેતાઓએ સરકારની પ્રિ-મોન્સૂન તૈયારીઓ પર સવાલ ઉભા કર્યા છે, જ્યારે સરકારે દાવો કર્યો છે કે તેઓએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે પગલાં લીધા છે. વિપક્ષો દ્વારા દિલ્હી સરકારની નિષ્ફળતા અને અગમચેતીનો અભાવ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારે સરકારે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે.

સમસ્યાનું સમાધાન ક્યારે લવાશે?

દિલ્હીમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા એક ગંભીર મુદ્દો બની રહી છે, અને રાજકીય પક્ષો વચ્ચે આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલુ છે. સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ જનતા હજુ પણ ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે. ત્યારે અત્યારે સવાલ તે થાય છે કે, દિલ્હીમાં હાલમાં તો ભાજપની જ સરકાર છે ત્યારે દર ચોમાસા અહીં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે તો તંત્રએ પ્રિ મોન્સુનની કામગીરી નહોતી કરી ? સરકારને ખબર હોય કે, આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તો કેમ તેનો કોઈ હલ ન કાઢ્યો કે, પગલા ન લીધા અત્યારે લોકોને માત્ર આશ્વાસન આપવામા આવી રહ્યું છે. પરંતુ સમસ્યાનું સમાધાન લાવવા માટે ક્યારે એકશન લેશો?

આ પણ વાંચો:
 
  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત