Ahmedabad: અમદાવાદમાં લુખ્ખાએ હદ વટાવી, ભજન કરતી મહિલાઓને ચોટલા ખેંચીને પટકી

  • India
  • July 19, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર લુખ્ખાઓના ટોળાએ હુમલો કર્યો, જેમાં મહિલાઓના વાળ ખેંચીને અને ઢસડીને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ઓઢવ પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓ, અંકિત પટેલ અને અલ્પેશ પટેલની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.

ઘટનાનો વિવાદ કેવી રીતે શરૂ થયો?

પ્રાથમિક માહિતી અનુસાર, શ્રીધર સ્પર્શ સોસાયટીમાં આવેલા કૃષ્ણ મંદિરમાં રોજની જેમ ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન, બે યુવકોએ મહિલાઓને ભજનનો અવાજ ધીમો કરવા જણાવ્યું, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ. વાત આગળ વધતા યુવકોએ ડીજે વગાડવાનું શરૂ કર્યું, જેનાથી વિવાદ વધુ ગરમાયો. આ બોલાચાલી ટૂંક સમયમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ, અને યુવકોએ મહિલાઓ પર હુમલો કર્યો. મહિલાઓએ પણ પ્રતિકાર કર્યો અને યુવકોને ઢીબી નાખ્યા. આ ઘટનામાં સોસાયટીના અન્ય રહેવાસીઓ પણ જોડાયા, જેના કારણે મામલો વધુ બગડ્યો.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીઓ સામે ફરિયાદ નોંધી. મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પીઆઈને આ ઘટના અંગે રજૂઆત કરી હતી. પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોનો રોષ

જોકે, આ ઘટનાએ શહેરમાં અસામાજિક તત્વોની બેફામ હરકતો પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. શું છે આગળનો રસ્તો?આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.સ્થાનિકોની માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને જાહેરમાં માફી મંગાવીને સજા કરવામાં આવે.

વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ મચાવ્યો હતો આતંક

આ પહેલાં પણ વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, જેમાં માર્ચ 2025માં શાશ્વત સોસાયટી પાસે વાહનચાલકો અને રાહદારીઓ પર હુમલા થયા હતા. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસે વધુ સતર્ક રહેવું જરૂરી છે.આ ઘટના એક ચેતવણી છે કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ 

Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ

Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો

Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?

Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?

Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો

  • Related Posts

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
    • September 19, 2026

    West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

    Continue reading
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
    • September 19, 2026

    Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 4 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 6 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 8 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 10 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 10 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ