વહેલી સવારે પ્રશાંત કિશોરની પોલીસે અટકાયત કરતાં હોબાળો

  • India
  • January 6, 2025
  • 1 Comments

બિહાર પબ્લિક સર્વિસ કમિશન(BPSC)ની 70મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક અને જાણીતા ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરને વહેલી સવારે ચાર વાગ્યે પટના પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી.

જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે પ્રશાંત કિશોર સાથે બર્બરતા કરી છે. પોલીસે તેમને થપ્પડ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ધરણાં સ્થળ પરથી સીધા પટના એઇમ્સમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન પટના પોલીસ અને જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.

આ પણ વાંચો-UP: કોંગ્રેસને મોટો ઝટકોઃ કોંગ્રેંસનો હાથ છોડી મથુરા દત્ત જોશીએ કમળ પકડ્યું

પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરતાં જ સમર્થક વિદ્યાર્થીઓએ પ્રશાંત કિશોરને ઘેરી લીધો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આખરે પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લઈ લીધા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દળ વચ્ચેની આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દરમિયાન પોલીસે ગાંધી મેદાનની બહાર આવતા વાહનોનું ચેકિંગ શરુ કર્યું છે.

તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ માટે પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમા નીચે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સોમવારે સવારે 4 વાગ્યે મોટી સંખ્યામાં પોલીસ આવીને પ્રશાંત કિશોરને લઈ ગઈ હતી. જન સૂરજના લોકોનો આરોપ છે કે આ દરમિયાન પોલીસે પીકેને થપ્પડ પણ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાંત કિશોરને પટના એઇમ્સમાં લઈ ગઈ છે, જ્યાં તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-ગુજરાતમાં નકલીની બોલબાલા યથાવત; CMOનો અધિકારી બનીને કર્યો 40 લાખનો તોડ

Related Posts

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading
Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
  • October 29, 2025

Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 10 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 10 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 13 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 12 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 21 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 9 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર