SIR પ્રક્રિયા દ્વારા દેશના નબળા વર્ગો પાસેથી મતાધિકાર છીનવવાનો પ્રયાસ! ભાજપનો શું છે અસલી એજન્ડા?

  • India
  • July 26, 2025
  • 0 Comments

SIR Process controversy:ચૂંટણી કમિશન બિહારમાં મતદારોની યાદીમાં નામ કાપવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. તેમજ હાલમાં ચૂંટણી કમિશને જણાવ્યું છે કે SIR પ્રક્રિયા દેશભરમાં લાગુ કરવામાં આવશે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ આ પ્રક્રિયાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દાવો કર્યો છે કે આ પ્રક્રિયા રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. આ મામલે કોંગ્રેસે શેર કરેલા વીડિયોમાં કોંગ્રેસ પાર્ટીએ દાવો છે કે આ પ્રક્રિયા દ્વારા ગરીબ, દલિત, આદિવાસી, પછાત અને વંચિત વર્ગના લોકોના મતાધિકારને છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ચૂંટણી કમિશનનો નિર્ણય પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં દેશભરમાં ખાસ તીવ્ર સુધારણા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ ગરીબોને મતદાનના અધિકારથી વંચિત રાખવા માંગે છે : કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે બિહારમાં વોટ કાપીને ભાજપનું મન નથી ભરાયું ચૂંટણીપંચે SIR પ્રક્રિયા દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયાથી ભાજપ અને આરએસએસ સમાજના નબળા વર્ગોને મતાધિકારથી વંચિત કરવા માંગે છે.જેથી તેઓ ભારતના સંવિધાનમાં મરજી મુજબ ફેરફાર કરી શકે. ભાજપ અને આરએસએસ હંમેશાથી ગરીબો અને વંચિતોને મતદાનના અધિકારથી વંચિત રાખવા માંગે છે. આ વીડિયોમાં ભારતીય સંવિધાનની રક્ષા કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા દ્વારા ભાજપ પોતાની લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂરી કરવા માંગે છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ચૂંટણી કમિશનની આ પ્રક્રિયા દ્વારા મતદારોની યાદીમાં નામ કાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ગરીબ અને વંચિત વર્ગના લોકોના મતાધિકાર પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

SIR પ્રક્રિયાને લઈને કોંગ્રેસે વ્યક્ત કરી ચિંતા

કોંગ્રેસ પાર્ટીએ આ પ્રક્રિયાને લઈને ચિંતા વ્યક્ત કરી છે આ વીડિયો શેર કરતાં કોંગ્રેસ પાર્ટીએ લખ્યું છે, “ચૂંટણી આયોગનો ફરમાન બતાવી રહ્યો છે કે ભાજપે પૂરા દેશમાં ચૂંટણી ચોરીનો પ્લાન બનાવી લીધો છે.” આ આરોપો પર ભાજપ અને ચૂંટણી કમિશનથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.આ મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને લોકોમાં ચૂંટણીઓની પ્રક્રિયા અને મતદારોની યાદીની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે વધુ તપાસ અને નિષ્પક્ષ જાણકારીની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

  • Related Posts

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
    • June 18, 2026

    Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    • June 18, 2026
    • 4 views
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    • June 18, 2026
    • 5 views
    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    • June 18, 2026
    • 8 views
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    • June 18, 2026
    • 10 views
    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    • June 18, 2026
    • 9 views
    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

    • June 18, 2026
    • 11 views
    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!