
UP Crime: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક ચોંકાવી દેતાં સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 બાળકોની માતા પૂનમ 14 વર્ષના છોકરા સાથે પ્રેમમાં પાગલ થઈ ભાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે 14 વર્ષનો છોકરો પૂનમનો સંબંધી છે. પરિવારના સભ્યોનો આરોપ છે કે પૂનમે છોકરાને લલચાવીને પોતાની સાથે લઈ ગઈ છે. હાલમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શું છે આખો મામલો?
હાથરસ જિલ્લાના ચાંડપા પોલીસ સ્ટેશન વિસ્તારના અલેપુર ચુરસેન ગામમાં 3 બાળકોની માતા તેના 14 વર્ષના સંબંધીના છોકરા સાથે ભાગી ગઈ હતી. આ ઘટના 21 જુલાઈની છે. મહિલાનું નામ પૂનમ છે અને તે અલીગઢના જલાલીની રહેવાસી છે. પૂનમ એક સંતાનને પણ પોતાની સાથે લઈ ગઈ છે. જ્યારે તે બે બાળકોને છોડી ગઈ છે.
સંબંધી રાજેન્દ્ર કહે છે કે પૂનમ વારંવાર અમારા ઘરે આવતી હતી. 14 વર્ષનો છોકરો એટલે કે લક્ષ્મણ તેની ભાભીનો ભાઈ હતો. તે દરમિયાન 14 વર્ષના લક્ષ્મણ તરફ પૂનમ આકર્ષિત થઈ હતી. રાજેન્દ્રનો આરોપ છે કે પૂનમે લક્ષ્મણને લલચાવીને પોતાની સાથે લઈ ગઈ છે. રાજેન્દ્રએ આ બાબતની પોલીસને જાણ કરી છે અને ચાંડપા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપી છે. પોલીસે કેસ નોંધીને બંનેની શોધ શરૂ કરી છે. હાલમાં, આ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?
Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો