
Vibrant Gujarat: ગુજરાતમાં વર્ષ 2003થી ઉદ્યોગો લાવવા માટેની મોદીની પ્રક્રિયાને 23 વર્ષ થયા છે. જેમાં 10 વાયબ્રન્ટ ગુજરાત થયા છે. તેને 4 સરકારોએ સફળ ગણાવી છે. પણ મૂકી રોકાણ, રોજગારી અને ઉત્પાદન તથા એમઓયુના અમલ અંગે ક્યારેય સંપૂર્ણ વિગતો જાહેર ન કરીને ગુજરાતની પ્રજાની સાથે છેતરપીંડી કરી છે. બાયબ્રાંટ ગુજરાતથી ગુજરાતને ફાયદો થવાના બદલે નુકસાન વધારે થયું છે. બાયબ્રાંટ ગુજરાતથી જો કોઈને ફાયદો થયો હોય તો તે નરેન્દ્ર મોદીને થયો છે. જેનાથી મોદી બ્રાંડ બની ગયા અને મત મેળવવામાં સફળતા મેળવી.
ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટેસ્ટર્સ મીટ – ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલન – એવું નામ આપવામાં આવ્યું હતું. જે પાછળના વર્ષથી વાયબ્રંટ ગુજરાત નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2003માં અમદાવાદના ટાગોર હોલ ખાતેથી ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટેસ્ટર્સ મીટની શરૂઆત કરી હતી.
19 મે 2003ના દિવસે નક્કી થયું હતું કે, ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ કરવા માટે બોલાવવા. જે અંગે બેઠક મળી હતી. ગુજરાત ઔદ્યોગિક પ્રોત્સાહક બોર્ડ રૂ. 50 કરોડ કે તેથી વધુ મૂડીરોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે જરૂરી મંજૂરીઓની તમામ પ્રક્રિયાઓ માટે એક બારી મંજૂરી પદ્ધતિ શરૂ કરીને તેનું ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ દાખલ કરાશે.
આ બેઠકમાં નાણાં પ્રધાન વજુ વાળા, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, શહેરી વિકાસ પ્રધાન, ઉર્જા રાજ્ય પ્રધાન સૌરભ પટેલ, ઉદ્યોગ રાજ્ય પ્રધાન અનિલ પટેલ, મુખ્ય પ્રધાનના સલાહકાર એસ. કે. શેલત, મુખ્ય સચિવ પી. કે. લહેરી તેમજ ઉદ્યોગ, નાણા, માર્ગ, મકાન, ઉર્જા, શહેરી વિકાસ, બંદર વિકાસ અને મહેસૂલ વિભાગના સચિવ હાજર હતા.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસના નવા અભિગમ રૂપે પાંચ કોર-અભ્યાસ જૂથ રચવાના હતા. જેમાં આઈઆઈએમ અમદાવાદ, કોલંબિયા યુનિવર્સિટીના તજજ્ઞોનો સહયોગ લેવાશે. ઔદ્યોગિક સેક્ટર માટેના અભ્યાસ હાથ ધરવામાં આવ્યા. ગુજરાત ઔદ્યોગિક પ્રોત્સાહક બોર્ડ દ્વારા નવા ઉદ્યોગોની સ્થાપના માટેના પ્રયાસો વધુ બળવત્તર બનાવવા નવરાત્રી ઉત્સવ દરમિયાન “ગુજરાત વૈશ્વિક રોકાણકાર મીટ”નું આયોજન કરવામાં આવશે.
ભૂકંપગ્રસ્ત કચ્છમાં નવા ઉદ્યોગોની સ્થાપના માટે આવશ્યક એવી સેન્ટ્રલ એકસાઇઝની માફીની સમયમર્યાદા જૂલાઈ 2004 સુધીની છે તે વધારીને 2006 સુધી કરવા માટે ભારત સરકારને દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના અધિકારીઓએ વાયબ્રન્ટ ગુજરાત માટે સહયોગ આપશે તેનો અહેવાલ તૈયાર કરી તેના ખાનગી અહેવાલમાં નોંધ પાડવામાં આવશે.
જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. 20 વર્ષ પછી ‘સમિટ ઓફ સક્સેસ’ નામ આપવામાં આવ્યું હતું. પણ વાસ્તવમાં તો વાયબ્રંટ ગુજરાતથી રાજ્યને ફાયદો થવાના બદલે નુકસાન થયું છે. લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોનો ખાત્મો બોલી ગયો છે. જેના માટે સરકારે ધ્યાન આપ્યું નથી.
10 વાયબ્રંટમાં કચ્છ, અમદાવાદ, ભરૂચ, સુરત જિલ્લાને ફાયદો થયો બાકીના 19 જિલ્લાઓને બહુ ફાયદો થયો નથી. નાગરિકો અને સરકારની જમીનો આ ઉદ્યોને સરકારે કોઈ હરિફાઈ વગર આપી દીધી છે.
10 વાઇબ્રન્ટ સમિટમાં 135થી દેશોના 42 હજાર પ્રતિનિધિઓએ ભાગીદારી નોંધાવી હતી. જે એક માત્ર તાયફો બની ગઈ હતી. 10 વાઈબ્રન્ટ ગુજરાતના કારણે દેશના GDPમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા થયો હોવાનો દાવો કરે છે પણ એવું નથી. મોદીએ વારંવાર કહ્યું હતું કે ગુજરાત 10 ટકાથી વધારે જીડીપી હાંસલ કરશે. આંકડાઓમાં ગોલમાલ કરી છતાં જે સાચા અર્થમાં ક્યારેય થઈ શક્યો નથી.
20 વર્ષ પહેલા આપણે એક બીજ વાવ્યું હતું અને વિશાળ અને વાઇબ્રન્ટ વટ વૃક્ષ થઈને ઊભું છે . વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનું આયોજન નહીં પરંતુ બોર્ડિંગનું આયોજન છે. નિકાસમાં 33 ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા, ફેક્ટરીઓમાં 11 ટકા હિસ્સો ગુજરાતનો નોંધાયો છે. એવું મોદીએ કહ્યું પણ તે જૂઠ હતું કારણ કે, આ હિસ્સો તો ચીમનભાઈ પટેલની સરકાર વખતે પણ હતો. જેમણે અમદાવાદ યુનિવર્સિટી મેદાનમાં નયા ગુજરાત નામે વાયબ્રાંટ ગુજરાત કર્યું હતું. કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાએ પણ ઉદ્યોગ સમિટ કરી હતી. મોદીની વાયબ્રાંટ ગુજરાત જ થઈ છે એવું નથી.
ગોધરાકાંડ સમયે ગુજરાત વિરોધી વાતાવરણ હતું. હત્યાકાંડના કારણે ગુજરાત આખા વિશ્વમાં બદનામ થયું હતું. તેથી વાયબ્રંટ ગુજરાત શરૂ થયું હતું. ગુજરાતમાં નાણાંકિય કટોકટી હતી. વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતને ફાયદો નહીં પરંતુ નુકસાન થયું છે.
જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે જાહેર કરેલી વિગતો પ્રમાણે 1980થી 1995 સુધી દેશની જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડ્યુસ) કરતાં ગુજરાત રાજ્યની સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડ્યુસ (એસડીપી) બમણી હતી. એટલે કે જ્યારે ભારતની જીડીપી 5.5 ટકા હતી ત્યારે ગુજરાતની એસડીપી 10 ટકા કરતાં પણ વધારે હતી. ભારત અને ગુજરાતના ડૉમેસ્ટિક પ્રોડ્યુસમાં અંતર ખૂબ વધારે હતું, પરંતુ 2001 પછી આ અંતર ઘટતું ગયું એટલે કે ગુજરાતની એસડીપી ઘટતી ગઈ અને જે એસડીપી એક સમયે રાષ્ટ્રીય GDP કરતાં બમણી હતી તે માત્ર 2 કે 3 ટકા જેટલી જ વધારે રહી છે.
ગુજરાતની 3 વાઈબ્રંટ ગુજરાતની વિગતોની સામે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પ્રમાણે 1992 થી 2008 સુધીનાં 16 વર્ષના સમયગાળામાં ભારત સરકાર પ્રમાણે 1,424 નવા પ્રોજેક્ટ શરૂ થયા. જેમાં 79,396 કરોડનું રોકાણ થયું છે. જ્યારે 2003, 2005, અને 2007ની ત્રણ વીજીજીઆઇએસનું કુલ રોકાણ રૂપિયા 1.74 લાખ કરોડનું બતાવવામાં આવ્યું છે. મોદીના આંકડા અને કેન્દ્ર સરકારના આંકડા વચ્ચે ખૂબ મોટો ફરક છે.
2003
28 સપ્ટેમ્બર 2003. સૌ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ
MoU – 76 , પ્રોજેક્ટ – 80, 1400 કરોડ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ કરાર ,
125 વિદેશી ડેલિગેટ્સ, 200 એનઆરઆઇ, 45 દેશોના 200 અગ્રણીએ ભાગ લીધો.
2005
MoU – 226, પ્રોજેક્ટ – 227, 106160.41 કરોડ
ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધામાં રોકાણ માટે 75 મીલીયન અમેરીકન ડોલર ઉભા કરવા મોરેશીયસમાં કંપની ઉભી કરવાની જાહેરાત કરાઈ હતી.
રાજ્ય સરકારે 10 કરોડ અમેરીકન ડોલરનું એનઆરજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઉભું કરવાની જાહેરાત કરી હતી.
2007
રોકાણ 100 અબજ ડોલર
MoU – 363, પ્રોજેક્ટ – 454, રોકાણ કરાર 4 લાખ 65 હજાર 309 કરોડ, 95085 નવી રોજગારી
અગાઉના બે વર્ષમાં થયેલા રૂ. 17568 કરોડના પ્રોજેક્ટ્સ પડતા મૂકાયાની સરકારની જાહેરાત.
8મી વાયબ્રંટ
8મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 104.55 લાખ કરોડ રૂપિયાના 51434 પ્રોજેક્ટ મુદ્દે હસ્તાક્ષર થયા હતા.
9મી વાયબ્રંટ
27000 પ્રોજેક્ટ્સના રોકાણ કરારો મારફત રૂ. 30 લાખ કરોડના મૂડીરોકાણ માટેના ઇરાદાપત્રો
વર્ષ 2019માં 28360 એમ.ઓ.યુ થયા હતા. 21348 પ્રોજેક્ટ શરૂ થઈ ગયા.
10મી વાયબ્રંટ
રાજ્ય સરકારને કુલ રૂ. 45 લાખ કરોડ રોકાણના મેમોરેન્ડ્મ ઓફ એન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાઈન થયા છે. 98 હજાર 540 પ્રોજેક્ટ્સ.
નાના ઉદ્યોગોનો ખો
ગુજરાતમાં MSME લઘુ, નાના, મધ્યામ ઉદ્યોગોની સંખ્યા 35 લાખ 2025માં છે. જે રાજ્યના કુલ ઔદ્યોગિક આઉટપુટમાં 14% યોગદાન આપે છે. આ ઉદ્યોગો રોજગારીના મોટા સ્રોત છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક સ્થિરતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુજરાતમાં જુલાઈ 2020થી નવેમ્બર 2024 સુધીમાં 5,974 MSMEs બંધ થયા છે. ગુજરાત એ મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી ત્રીજા ક્રમે છે. બંધ થયેલા ઉદ્યોગોમાં મુખ્યત્વે ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટરનો સમાવેશ થાય છે.
ફક્ત મોટા કોર્પોરેટસ અને વિદેશી કંપનીઓને પ્રોત્સાહન
ગુજરાત સરકારે મોટા ઉદ્યોગોને કેપીટલ સબસિડી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ, અને ફોરેન ટેક્નોલોજીના અધિગ્રહણ અને જમીન આપે છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 2003માં થઈ હતી અને તે દર બે વર્ષે યોજાય છે. અમદાવાદને બાદ કરતા નવા ક્યાં ઉદ્યોગો અન્ય જિલ્લાઓમાં શરુ થયા એની જાહેરાતો જોવામાં આવી નથી!
મોટા ઉદ્યોગોની સામે MSMEsને મળતા પ્રોત્સાહનો અપૂરતા છે.
2025ના બજેટમાં MSMEs માટે કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમને વ્યવહારિક રાહત મળી નથી. ગુજરાતની આર્થિક નીતિઓ ફક્ત મોટા કોર્પોરેટ્સ અને વિદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે, જ્યારે MSMEsને અવગણવામાં આવે છે. ‘વાયબ્રન્ટ ગુજરાત’ના આટલા વર્ષો પછી પણ પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા, જામનગર જેવા ઘણા જિલ્લાઓમાં આજ સુધી કોઈ મોટા ઉદ્યોગ શરૂ થયા નથી.
વિદેશી અને મોટા કોર્પોરેટ્સ અમદાવાદ, ભરૂચ, સુરત અને કચ્છ જેવા વિસ્તાર આસપાસ ઉદ્યોગો સ્થાપ્યા છે. “વાયબ્રન્ટ ગુજરાત” આ વિસ્તારો માટે ‘ફોકસ’ હોવાનું દેખાય આવે છે.
10 વાઈબ્રન્ટ એમઓયુ, રોકાણ, રોજગારી, વેપારની વિગતો સરકારે જાહેર કરી નથી. સરકારી જમીનો સસ્તા દરે મોટા કોર્પોરેટ્સને આપી તેમ નાના ઉદ્યોગપતિને આપી નથી.
રાજકોટ જિલ્લાના લોધીકા જી.આઈ.ડી.સી. અને શાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનના ઉદ્યોગપતિઓએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી આપી છે. અહીં સાચું ‘મેઇક ઇન ઇન્ડિયા’ છે. ચીનની આયાતોનો ભોગ નાના ઉદ્યોગો બન્યા છે.
–દિલીપ પટેલ
આ જ અંગે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચો:
IPL 2025 suspended: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે BCCI નો મોટો નર્ણય , IPL હાલ પુરતી સ્થગિત
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?










