
UP Crime: દિલ્હીના પ્રખ્યાત નિર્ભયા કેસ જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી બહાર આવતાં હડકંપ મચી ગયો છે. ફરક માત્ર એટલો છે કે અહીં મહિલાની ક્રૂરતાથી હત્યા કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેનો કથિત પ્રેમી છે. આરોપી પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકાના ગુપ્તાંગમાં હાથ નાખ્યો હતો, જેના કારણે લોહી વહી જતાં મહિલાનું મૃત્યુ થયું હતું. આ પછી લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેના પિતાની હત્યાનો બદલો લીધો હોવાનું કહી રહ્યો છે. જોકે, આરોપી બળાત્કારનો ઇનકાર કરી રહ્યો છે. પોલીસે આ અંગે પણ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ કિશનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક મહિલા ગત સોમવારે સાંજે તેના પાડોશી પ્રેમી સર્વેશ નિષાદ સાથે બજારમાં ગઈ હતી. જોકે તે ઘરે પાછી ફરી ન હતી. મંગળવારે જ્યારે ગ્રામજનોએ દમ્હામાં નાળા પાસે ઝાડીઓમાં મહિલાનો મૃતદેહ જોયો, ત્યારે લોકોએ જોયો તો હચમચી ગયા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી.
આરોપીએ પિતાના મૃત્યુનો બદલો લીધો
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કેસની તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલાને પડોશમાં રહેતા સર્વેશ સાથે અફેર હતું. ચર્ચાઓ થઈ રહી છે કે કે સોમવારે સાંજે પ્રેમી સર્વેશ મહિલાને સાથે લઈ ગયો હતો અને પહેલા શાકભાજી લીધી. ત્યારબાદ પરત ફરતી વખતે તેઓએ રસ્તામાં એક દુકાનમાંથી દારૂ ખરીદ્યો અને બંનેએ ઝાડીઓમાં જઈને દારૂ પીધો. જ્યારે મહિલા બેભાન થઈ ગઈ, ત્યારે સર્વેશે નશાની હાલતમાં જ બળજબરીથી મહિલાના ગુપ્તાંગમાં હાથ નાખ્યો. જેના કારણે મહિલાને ખૂબ લોહી નીકળવા લાગ્યું હતુ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.
આરોપીએ લગાવ્યા ગંભીર આરોપ
આ પછી આરોપીએ મૃતકની ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો અને માથું કાપી નાખ્યું અને લાશને ઝાડીઓમાં છોડીને ભાગી ગયો આવ્યો હતો. પોલીસે મહિલાના હત્યારા સર્વેશની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું છે કે મૃતક મહિલાએ એક વર્ષ પહેલા આરોપી સર્વેશના પિતાને ઝેર આપીને મારી નાખ્યો હતો, જેનો બદલો સર્વેશે લીધો છે.
પોલીસે શું કહ્યું?
એસપી અનુપ સિંહે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને જપ્તામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે સર્વેશ નિષાદ (ઉ.વ. 25) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ચોકાવનારો ખૂલાસો થયો છે. આરોપીએ જણાવ્યું છે કે મૃતક પ્રમિકાએ તેના પિતાની હત્યા કરી હતી. સર્વેશે બદલો લેવા માટે મહિલાની હત્યા કરી છે. આરોપી બળાત્કારની ઘટનાનો ઇનકાર કરી રહ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump
Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?
kheda: મહુધાના મંગળપુરમાં જીવન અને મૃત્યુ બંને મુશ્કેલીમાં, પાણીમાંથી કાઢવી પડી સ્મશાનયાત્રા, જુઓ