
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે પશુઓમાં ફરી એકવાર લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં ગાય અને ભેસમાં લંપી વાયરસ દેખાયો છે,ચોમાસાની ઋતુમાં મચ્છરો અને માખીઓની સંખ્યા વધવાથી આ રોગનો ફેલાવો વધુ ઝડપી બની શકે છે. પશુપાલકોમાં આ રોગના પુનરાગમનથી ભયનો માહોલ છે, કારણ કે તેમનું જીવન મોટે ભાગે પશુધન પર આધારિત છે.
ગુજરાતમાં લંપી વાયરસ પાછો આવ્યો
ઉલ્લેખનીય છે કે, 2022માં રોગના ફેલાવા દરમિયાન ખેડૂતો અને પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું હતુ ગુજરાતમાં લંપી વાયરસે મોટા પાયે હાહાકાર મચાવ્યો હતો. રાજ્યના 20 જિલ્લાઓમાં આ રોગની અસર જોવા મળી હતી, જેમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. આ સમયે લગભગ 54,000 પશુઓ બીમાર પડ્યા હતા,અને હજારોના મૃત્યુ પણ થયા હતાં. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં આ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.જોકે,હજુ સુધી રાજ્ય સરકાર કે આરોગ્ય વિભાગ તરફથી આ વર્ષના ચોક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
લંપી વાયરસમાં જોવા મળતા લક્ષણો
પશુની ચામડી પર ગોળ, સખત ગાંઠો (nodules) દેખાય છે પશુને ઊંચો તાવ આવે છે, જેનાથી તે નબળું પડી જાય છે.
દૂધ આપતા પશુઓમાં દૂધનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટે છે.
પશુ ખોરાક ઓછો લે છે અથવા બંધ કરી દે છે.
આંખો અને નાકમાંથી સ્ત્રાવ, લંગડાપણું, અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે.
ગંભીર કેસોમાં આ રોગ જીવલેણ બની શકે છે, ખાસ કરીને જો સમયસર સારવાર ન મળેઆ રોગ માખી, મચ્છર અને અન્ય જંતુઓ દ્વારા ફેલાય છે, તેમજ ચેપગ્રસ્ત પશુઓના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે.
વેક્સિનેશન ઝુંબેશ ચલાવવામાં નિષ્ફળતા
ગુજરાતમાં આ વાયરસની હાજરી અગાઉ 2022માં જોવા મળી હતી, અને હાલમાં ફરી એકવાર તેના કેસો સામે આવ્યા છે. ચોમાસા દરમિયાન મચ્છરો અને માખીઓની સંખ્યા વધે છે, જે આ રોગના ફેલાવામાં મહત્વની ભૂમિકા ભજવે છે 2022માં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સરકારે મોટા પાયે વેક્સિનેશન ઝુંબેશ ચલાવવામાં નિષ્ફળતા દર્શાવી હતી, જેના કારણે રોગનો ફેલાવો નિયંત્રણમાં આવી શક્યો નહોતો.
વાયરસને કેવી રીતે નિયંત્રિત કરી શકાય
લંપી વાયરસ ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે તે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. 2022ના અનુભવને ધ્યાનમાં રાખીને, સરકારે સમયસર વેક્સિનેશન, જાગૃતિ અભિયાન, અને જંતુ નિયંત્રણના પગલાં લેવા જોઈએ. પશુપાલકોએ પણ સ્વચ્છતા અને રસીકરણ પર ધ્યાન આપીને આ રોગને નિયંત્રણમાં લાવવામાં મદદ કરવી જોઈએ. હાલમાં ચોક્કસ આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી, પશુપાલન વિભાગની સત્તાવાર જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે.પશુપાલકોએ પણ પોતાના પશુઓને સાચવવા જોઈએ.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે