
Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં ગઈ કાલે બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી હતી જાણકારી મુજબ ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે આ મારામારી બાદ પોતાના રક્ષણ માટે યુવતીએ પોલીસ બોલાવી પણ યુવતીને પોલીસનો કડવો અનુભવ થયો હતો.
એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ
સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસને યુવતી કહી રહી છે કે પોલીસને આવવું હોય તો ક્યારની આવી ગઈ હોત આ લોકોએ મને ચોખ્ખું કીધું કે પોલીસ તો મારા ખિસ્સામાં છે. એટલો બધો હપ્તો ખાય છે કે, અમદાવાદમાંથી ગાયબ કરાવી દઈશ આ શબ્દો હતા તેમના. વધુમાં યુવતીના પિતા કહે છે કે, 100 નંબરની ગાડીમાં માણસ સેફ નથી તો કઈ જગ્યાએ સેફ રહે.
પોલીસે ગુંડાઓની કરી સેવા કરી
પીડિતાએ જણાવ્યુ્ં કે, ગુંડાઓએ મને અને મારા પરિવારને માર માર્યો મે પોલીસને ફોન કર્યો તો બે કલાક પછી પોલીસ આવી પછી પોલીસના જોતા તે લોકોએ અમને માર માર્યો. ખુલ્લા છરા લઈને દોડ્યા. બે ત્રણ ભાઈઓએ મને મદદ કરી, પોલીસ ફૂલ કરપ્ટેડ છે પોલીસે કહ્યું કે, તમારી સલામતી તેમાં છે કે, તમે અહીથી નિકળી જાવ. અમે જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે બધા ગુનેગારોને એસીમાં બેસાડ્યા હતા તે લોકો કોલ્ડ્રિક પીતા હતા અને હસી મજાક કરતા હતા અને તે લોકો પાસે 500 ની નોટના બંડલ હતા. આખું પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે.
આ છે ગુજરાતની વરવી વાસ્તવિકતા શું કહેવું છે તમારું ?@RahulGandhi @priyankagandhi @kharge @MukulWasnik @SubhashiniSY @AmitChavdaINC @shaktisinhgohil @GenibenThakor @INCIndia @INCGujarat pic.twitter.com/bFohBFWpNz
— Dr.Tushar Chaudhary (@TusharAmarsinh1) August 6, 2025
અમદાવાદ શહેર સૌથી સુરક્ષિત હોવાનો દાવો
મહત્વનું છે કે, અમદાવાદ પોલીસે થોડા દિવસ પહેલા જ ટ્વિટ કર્યું હતુ કે, અમદાવાદ શહેર ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025માં 25 હજારથી વધુ સીસીટીવી કેમેરા સાથે નાગરિક કેન્દ્રિત પોલીસિંગના પ્રતાપે ભારતના તમામ શહેરોમાં પ્રથમ ક્રમે.
પોલીસ કમિશનર જીએસ મલિકે કર્યો હતો દાવો
આ રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું હતુ કે, “અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. નમ્બિઓ એક યુરોપિયન સંસ્થા છે જે વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરે છે અને તે ડેટાના આધારે શહેરોનું મૂલ્યાંકન કરે છે. અમે લોકોને તેમના નિવાસસ્થાનો પર સીસીટીવી કેમેરા લગાવવા માટે પ્રેરિત કર્યા, જેણે ગુનાને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી… પોલીસની સુલભતામાં પણ સુધારો થયો છે..અમારા પીસીઆર પ્રતિભાવમાં અસરકારક રીતે સુધારો થયો છે…”
અસામાજિક તત્વોએ ફોર-વ્હીલનાં ટાયર ફાડ્યાં
થોડા દિવસ પહેલા અમદાવાદના ત્રણ વિસ્તાર માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં બાઇક પર આવેલા શખસોએ આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોએ છરાથી એક પછી એક 26 ફોર-વ્હીલનાં ટાયર ફાડ્યાં હતા પરંતુ પોલીસ તેમને શોધી શકી ન હતી. તેમજ અવાર નવાર અસામાજિક તત્વો અને ગુનેગારો આતંક મચાવતા હોવાનું સામે આવ્યું છે.
અસામાજિક તત્વોને નથી પોલીસનો ડર
આમ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સૌથી સુરક્ષિત હોવાના દાવો કરે છે ત્યારે બીજી બાજું હકીહત કંઈક જુદી જ નિકળે છે અમદવાદ શહેરમાં યુપી બિહાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ગુંડાઓ અને અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે, તેઓ ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવી રહ્યા છે અને પોલીસ તેમને છાવરી રહી હોય તેમ તમાસો જોવે છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. પોલીસ પર વારંવાર ગુંડાઓ પાસેથી હપ્તા લેવાના અને ગુનેગારોને છાવરવાના આક્ષેપ લાગે છે. ગુનેગારોને પકડવામાં પોલીસની નિષ્ળતા અનેક સવાલ ઉભા કરી રહી છે.
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?