Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

Ahmedabad: સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર દ્વારા એક દર્દીને માર મારવામાં આવ્યો હોય તેવો આક્ષેપ થયો છે. પરાગ પટેલ નામના દર્દીને તાવની સારવાર માટે ટ્રોમા સેન્ટરના G-10 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન ડોક્ટરે પરાગને અન્ય બેડ પર જવાનું કહ્યું. જોકે, અન્ય બેડની આસપાસ ઝાડા-ઉલટીના દર્દીઓ હોવાથી પરાગે ત્યાં જવાની ના પાડી, જેથી ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા અને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો ? 

આ ઘટનામાં ડોક્ટરના કહેવા પર આવેલા સિક્યુરિટી ગાર્ડે પરાગને અન્ય બેડ પર જવા કહ્યું હતું. પરંતુ જ્યારે પરાગ ન ગયો, ત્યારે તેને માતા મનીષા પટેલની હાજરીમાં માર મારવામાં આવ્યો. જેથી મનીષા પટેલે આ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો તો સિક્યુરિટી ગાર્ડે તેમનો મોબાઈલ પણ છીનવી લીધો હતો. અને ઉગ્ર બોલાચાલી થઈ. આ ઘટના બાદ મનીષા પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી આપી છે.

પેશન્ટને માર મારવાનો કોઈને અધિકાર નથી : મનીષા પટેલ

મનીષા પટેલે આ ઘટના અંગે જણાવ્યું કે, પેશન્ટને માર મારવાનો કોઈને અધિકાર નથી. તેઓ દાદાગીરી કરીને દર્દીઓ પર ગુસ્સો કાઢી શકે નહીં. મારા દીકરાને માર મારનાર સિક્યુરિટી ગાર્ડ અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ ડોક્ટરો અને ગાર્ડને સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી થવી જોઈએ.

દર્દીની માતાની માંગણી

દર્દીની માતાની ડોક્ટર અને ગાર્ડને સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. આ ઘટના અંગે તેમને સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીને જાણ કરી. તેમને કહ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરાવામાં આવી રહી છે. અને યોગ્ય કાર્યવાહી થશે.

દર્દીઓ સાથે આટલું ખરાબ વર્તન કેમ ?  

હવે દર્દીઓ સાથે ડોકટર જ આવું વર્તન કરે તો કયાં જવું આ જે એક પછી એક હોસ્પિટલો વિવાદમાં આવી રહી છે. જેમાં હોસ્પિટલ સ્ટાફ અને ડોકટરો દ્વારા દર્દીઓ સાથે મારા મારી થાય છે. ગંભીર બોલાચાલી થાય છે. ડોકટરોને સ્ટાફ કેમ ભૂલી જાય છે કે દર્દીઓની યોગ્ય સારવાર કરવી તેમનો ધર્મ છે. લોકો કેટલા વિશ્વાસ ત્યાં જતાં હોય છે. ભગવાનનો દરજજો આપનારા ડોકટરો જો આવા કામ કરવા લાગે તો લોકો સારવાર માટે કયાં જાય ?  કોના પર વિશ્વાસ કરે?  એ જ સવાલ છે. ઘણીવાર સાંભળવા મળતું હોય છે.કે લોકો પોસેથી મોટી રકમ લીધા પછી પણ દર્દીઓની યોગ્ય સારવાર કે દેખરેખ થતી નથી. આમ અનેક આવા બનાવો સામે આવતા હોય છે.

આ પણ વાંચો:

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Related Posts

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
  • October 27, 2025

Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 12 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 19 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views

  • 7 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું