
Aajab Gajab: દુનિયામાં તમને ઘણી એવી જગ્યાઓ મળશે, જે તેમના ખોરાક માટે જાણીતી છે, કેટલીક તેમની પ્રખ્યાત ઇમારતો માટે પ્રખ્યાત છે. પરંતુ કદાચ તમે ભાગ્યે જ એવી જગ્યા વિશે સાંભળ્યું હશે, જ્યાં કોઈ રસ્તા નથી અને જ્યાં લોકો ફક્ત હોડીઓની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હા, દુનિયામાં એક એવી જગ્યા છે, જ્યાં એક પણ રસ્તો નથી. અહીં અવરજવર પાણીના માર્ગે થાય છે. અહીં લોકો કાર અને બાઇકને બદલે હોડીઓનો ઉપયોગ કરે છે. ચાલો તમને આ જગ્યા વિશે જણાવીએ.
નેધરલેન્ડનું અનોખું ગામ
અમે જેની વાત કરી રહ્યાં છે તે નેધરલેન્ડનું ગીથુર્ન આ દુનિયાનું સૌથી અનોખું ગામ છે. જેને નેધરલેન્ડનું વેનિસ પણ કહેવામાં આવે છે.આ ગામની સુંદરતા જોવા લાયક છે. જે ખૂબ જ શાંત ગામ પણ કહેવાય છે.આ ગામ 800 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.
મુસાફરી માટે હોડીઓનો થાય છે ઉપયોગ
આ ગામમાં બહાર જવા માટે કોઈ અવાજ કરતાં વાહનો નથી. અહીં કાર અને બાઇકના અવાજ નથી હોતા.ત્યાં દરેક ઘર નહેરના કિનારે બનેલું હોય છે. અને મુસાફરી માટે હોડીઓનો ઉપયોગ થાય છે.એવું લાગે છે કે આ કોઈ ફિલ્મનો સીન છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે એકદમ સાચું છે.
વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે મુલાકાત માટે
આ ગામ પાણી પર આવેલું છે. જ્યાં ચારેબાજુ પાણી જ પાણી છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ કોઈવ્યક્તિને ગામમાં ક્યાંક જવું હોય ત્યારે તેણે હોડીનો સહારો લેવો પડે છે અહીં પુલ બાંધવામાં આવ્યા છે. જેના દ્વારા કેનાલો ઓળંગી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ગામની સ્થાપના 1230માં થઈ હતી અને શરૂઆતમાં આ ગામનું નામ ગેટેનહોર્ન હતું. વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો