
Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.
રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું
આ ઘટનામાં એક રખડતા શ્વાને બે વર્ષના નાનકડા બાળકને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો અને તેને બચકું ભરીને ઉઠાવી લીધું આ ઘટના દરમિયાન બાળકની ચીસો સાંભળીને તેના પિતાએ તાત્કાલિક દોટ મૂકી. પાવડાના હાથા સાથે શ્વાનની પાછળ દોડીને પિતાએ બાળકને છોડાવ્યું, જેના કારણે શ્વાન બાળકને મૂકીને ભાગી ગયું. બાળકની રાડારાડથી આજુબાજુનો વિસ્તાર ગુંજી ઉઠ્યો. ઘટના બાદ બાળકને તાત્કાલિક ચિતલની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું, જ્યાં તેની હાલત સ્થિર જણાવાઈ છે.
પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
આ બાળક એક પરપ્રાંતી પરિવારનું હોવાનું જાણવા મળ્યું છે, અને પિતાની ત્વરિત કાર્યવાહીથી બાળકને મોતના મુખમાંથી બચાવી લેવાયું.આ સમગ્ર ઘટના બાયોકોલ ફેક્ટરી પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઘટનાએ રખડતા શ્વાનોના વધતા જોખમ અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિક લોકો અને પરિવારજનોએ સ્થાનિક વહીવટને રખડતા શ્વાનોની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો