
Anganwadi Recruitment 2025: આંગણવાડીની ભરતીની રાહ જોતી બહેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ માટે રોજગારની એક મોટી તક જાહેર કરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9000થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ધોરણ 10 અને 12 પાસ મહિલાઓને પોતાના ગામમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે.
અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા
આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 8 ઓગસ્ટ, 2025થી શરૂ થઈ ચૂકી છે અને 30 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ (https://e-hrms.gujarat.gov.in) દ્વારા અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) દ્વારા પણ અરજી ફોર્મ ભરી શકાશે.
જગ્યાઓનું વિતરણ
આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ કચ્છ જિલ્લામાં 619, અમદાવાદ મહાનગરપાલિકામાં 568, બનાસકાંઠામાં 547, આણંદમાં 394 અને મહેસાણામાં 393 જગ્યાઓ માટે મહિલાઓની પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર: ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ પછી AICTE માન્ય બે વર્ષનો કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
આંગણવાડી તેડાગર: લઘુતમ ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. અરજી ફોર્મમાં ફક્ત પૂર્ણ થયેલ ડિગ્રી/કોર્સની વિગતો ઉમેરવાની રહેશે.
પગાર ધોરણ
આંગણવાડી કાર્યકર: રૂ. 10,000 પ્રતિ માસ
-આંગણવાડી તેડાગર: રૂ. 5,500 પ્રતિ માસ
વય મર્યાદા
અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પામેલા ઉમેદવારોની ભૂમિકા
આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદ થનાર મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવા કામ કરવાનું રહેશે. આ ઉપરાંત, તેઓ પોષણ સહાય, માતા-બાળ સંભાળ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવી જવાબદારીઓ નિભાવશે.
આ ભરતી રાજ્યની મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ તક છે, જે સ્થાનિક સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓને વધુ મજબૂત બનાવશે. રસ ધરાવતી મહિલાઓએ સમયસર અરજી કરી આ તકનો લાભ લેવો જોઈએ.
આ પણ વાંચો:
Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ
Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો
Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા