
Rajkot : રાજકોટના રીબડા ખાતે અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટનાનો મોસ્ટ વોન્ટેડ આરોપી હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કેરળના કોચીથી ઝડપી લીધો છે. SMCની ટીમે હાર્દિકને કોચુપલ્લી રોડ પર સ્વામી હોટેલ પાસેથી ધરપકડ કરી, દોરડે બાંધીને અમદાવાદ લાવ્યા. આ ઘટનાએ ચર્ચાનો નવો વિષય જન્માવ્યો છે.
શું બની હતી સમગ્ર ઘટના ?
રીબડામાં થયેલા ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી સામે આવી હતી. ઘટના બાદ તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી, પરંતુ તે 10થી વધુ રાજ્યોમાં ફરતો હોવાથી પકડાયો નહોતો. ઉત્તરપ્રદેશના ચાર ભાડૂતી આરોપીઓ, જેમણે હાર્દિકના કહેવાથી ફાયરિંગ કર્યું હતું, તેમને LCBએ ઝડપી લીધા હતા. આ આરોપીઓએ હાર્દિકે રકમ આપીને ફાયરિંગ કરાવ્યું હોવાનું કબૂલ્યું હતું.
SMC એ હાર્દિકને કેરળમાં શોધી કાઢ્યો
અઠવાડિયા પહેલાં રાજ્યના પોલીસ વડાએ SMCને તપાસમાં જોડ્યું. બાતમીના આધારે SMCએ હાર્દિકને કેરળમાં શોધી કાઢ્યો. ધરપકડ બાદ તેને હાથકડીને બદલે દોરડે બાંધી અમદાવાદ લાવવામાં આવ્યો, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. SMCના DIG નિર્લિપ્ત રાયે ધરપકડની પુષ્ટિ કરી. હવે હાર્દિકની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વધુ પૂછપરછ થશે.
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ