Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

Ahmedabad Khokhara Bridge Demolition: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો અને લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહેલો ખોખરા બ્રિજ આખરે તોડવાનું શરુ કરાયું છે. આજથી એટલે કે 21 ઓગસ્ટ 2025થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તબક્કાવાર તોડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.   42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ તોડવા માટે 8 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે. હાલ આ પ્રોજેક્ટ માટે રૂ. 4 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, અને આગામી છ મહિનામાં આ બ્રિજ સંપૂર્ણ રીતે તૂટી જશે એવી અપેક્ષા છે. આ કામગીરી ખોખરા તરફના છેડાથી શરૂ કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ બ્રિજના ઉપરના ભાગનો ડામર રોડ તોડવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે સવાલ એ થાય છે ભાજપના રાજમાં આટલો બધો ભ્રષ્ટાચાર કેમ છે. 42 કરોડના ખર્ચે બનેલા બ્રિજને તોડવાની નોબત કેમ આવી?

બ્રિજ તૂટવાથી લોકોને હાલાકી

ખોખરા બ્રિજ એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું એક મહત્વનું જોડાણ છે, જે ખોખરા અને હાટકેશ્વર સહિત આજુબાજુના વિસ્તારોને શહેરના અન્ય ભાગો સાથે જોડે છે. જોકે, આ બ્રિજ લાંબા સમયથી તેની બાંધકામ ગુણવત્તા, જાળવણીના અભાવ અને સલામતીના મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યો છે. બ્રિજના બગડેલા ભાગો અને વારંવાર થતી ટ્રાફિક સમસ્યાઓએ નાગરિકો અને સ્થાનિક વહીવટને આ બ્રિજને તોડીને નવું બાંધવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા છે. આ નિર્ણયને લઈને નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલાક લોકો નવા બ્રિજની આશા રાખે છે, તો કેટલાકને તોડકામ દરમિયાન થનારી અસુવિધાની ચિંતા છે.

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિજને તોડવા માટે IIT ગાંધીનગર દ્વારા એક વિશેષ ડિઝાઇન પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રપોઝલના આધારે, બ્રિજના તોડકામની શરૂઆત ખોખરા તરફના છેડાથી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બ્રિજના ઉપરના ભાગે આવેલો ડામર રોડ JCB મશીનરીની મદદથી તોડવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બ્રિજની બાજુઓનું તોડકામ શરૂ કરવામાં આવશે.

આ દરમિયાન, કાટમાળ અને ધૂળને નિયંત્રણમાં રાખવા માટે બ્રિજની આજુબાજુ ઊંચા પતરા અને ગ્રીન નેટ લગાવવામાં આવશે. આ વ્યવસ્થા ખાસ કરીને એ સુનિશ્ચિત કરશે કે બ્રિજનો કાટમાળ નીચેના રસ્તાઓ પર ન પડે અને ધૂળની સમસ્યા ઓછી થાય. બ્રિજના બંને તરફના સર્વિસ રોડને બંધ કરવા કે ખુલ્લા રાખવા અંગેનો નિર્ણય બાજુઓનું તોડકામ શરૂ થશે ત્યારે લેવામાં આવશે. જોકે, ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, જેથી તેઓ આવાગમન ચાલુ રાખી શકે.

આ બ્રિજને તોડવાનો કુલ ખર્ચ રૂ. 8 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પરંતુ તોડકામ દરમિયાન નીકળતી રો-મટિરિયલ અને અન્ય વસ્તુઓ કોન્ટ્રાક્ટર કંપની ‘શ્રીગણેશ કન્સ્ટ્રકશન’ દ્વારા લઈ જવામાં આવશે. આના કારણે AMCને માત્ર રૂ. 4 કરોડનો ખર્ચ થશે. ‘શ્રીગણેશ કન્સ્ટ્રકશન’ને આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને તેમના દ્વારા તમામ જરૂરી મશીનરી પહેલેથી જ ઉતારી દેવામાં આવી છે. AMCના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટ આગામી છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં, પૂર્ણ થઈ જશે.

AMCએ નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે ખાસ વ્યવસ્થાઓનું આયોજન કર્યું છે. બ્રિજની આજુબાજુ ગ્રીન નેટ અને પતરાઓ લગાવવાથી ધૂળ અને કાટમાળની સમસ્યા નિયંત્રણમાં રહેશે. ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે બ્રિજની આજુબાજુના રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવશે, જેથી સ્થાનિક લોકોનું રોજિંદું જીવન ખોરંભે ન પડે. જોકે, તોડકામના અગાઉના તબક્કાઓ દરમિયાન ટ્રાફિકમાં થોડી અસુવિધા થવાની શક્યતા છે.

આ પણ વાંચો:

Rajkot: સો. મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ ગગટાવ્યું, નોટમાં લખ્યું મારી ભૂલ હતી એને પ્રેમ કર્યો, જાણો સમગ્ર ઘટના

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
  • August 29, 2025

Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

Continue reading
chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
  • August 29, 2025

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

  • August 29, 2025
  • 1 views
UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

  • August 29, 2025
  • 3 views
UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

  • August 29, 2025
  • 9 views
 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

  • August 29, 2025
  • 14 views
Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

  • August 29, 2025
  • 14 views
‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

Haryana: ત્રણ વર્ષના માસૂમને કચડી નાખ્યું, કાર છોડીને આરોપી ફરાર

  • August 29, 2025
  • 14 views
Haryana: ત્રણ વર્ષના માસૂમને કચડી નાખ્યું, કાર છોડીને આરોપી ફરાર