
Gujarat: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ નર્મદા યોજના મુદ્દે ભાજપ સરકારને સવાલ કર્યા છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે. જેમાં નર્મદા વોટર ડિસ્પ્લેટ ટ્રિબ્યુનલના ઓર્ડરની 45 વર્ષની અવધી પૂર્ણ થઈ છે, તેમ છતાં ગુજરાત સરકાર કુંભકર્ણની નિંદ્રા ઊંઘતી હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે વડાપ્રધાનને પત્ર લખી નર્મદા યોજના અંગે ગુજરાતના પડોશી રાજ્યો પાસે 7500 કરોડ રૂપિયાના લેણામાં હસ્તક્ષેપ કરવા કહ્યું છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે નર્મદા યોજનાના પાયાથી લઈને 93 ટકા કાર્ય કોંગ્રેસની સરકારો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આ યોજના છેલ્લે 2000ની સાલ સુધી સમગ્ર ગુજરાતની હતી. પરંતુ ભાજપ આ જશ પોતાના ખાતામાં નાખવાની સંકુચિત રાજનીતિ કરી છે.
આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમિત ચાવડા અને પૂર્વ કેબીનેટ મંત્રી જયનારાયણ વ્યાસ દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મુદ્દે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. જેમાં જયનારાયણ વ્યાસ દર ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી જાહેરાત કરી છે.
અમિત ચાવડાએ નર્મદા મુદ્દે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનો વિચાર, તેની પ્રાથમિક કામગીરીથી લઈને પુર્ણતા તરફ લઈ જવા માટેની તમામ જાતની કામગીરી કોંગ્રેસની સરકારોનો અને તત્કાલીક તમામ સરકારોનો ખુબ મોટુ યોગદાન રહેલું છે. આપણે સૌએ જોયુ કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જે રીતે નર્મદા યોજનાના નામે રાજનીતિ થઈ અને એનો રાજકીય જશ ખાટવા માટેની જે ઘેલછા છે. એના માટેના જે પ્રયત્નો થયા એ બધુ જ અમે કર્યું છે એવી ઘેલછા અને પ્રયત્નોના કારણે એનો મૂળભૂત હેતુ હતો કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે એ મૂળ હેતુ આજે પૂર્ણ થયો નથી.
આજે પણ અનેક શાખાઓના કામો બાકી છે. જે પણ કેનાલો બની છે એમાં મોટા પાયે ગાબડા પડે છે અને એના કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે કારણ કે નર્મદા યોજનામાં ગુજરાતને જે નવ મીલીયન એકર ફીટ પાણી આપવાનું હતું તેમાંથી આઠ મીલીયન એકર ફીટ પાણીનું સિંચાઈ માટેનો ઉપયોગ થવો જોઈતો હતો. તે આજે પણ થઈ શકતો નથી. પાણીનો ક્યાંક વેડફાટ થઈ રહ્યો છે, એનું બીજી જગ્યાએ ઉપયોગ પણ થઈ રહ્યો છે, એના કારણે એવી સ્થિતીનું નિર્માણ થયું છે કે, ભવિષ્યમાં કચ્છ, બનાસકાંઠા છેવાડાના વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચાડવાનો ખૂબ મોટો પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે.
અમિત ચાવડાએ વધુમાં કહ્યું ગુજરાતની સરકાર અને દેશમાં બેઠેલા ગુજરાતના વડાપ્રધાન નર્મદા યોજના માટે દુર્લક્ષ્ય સેવી રહ્યાં છે. ગુજરાત સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવુ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રના માધ્યમથી નર્મદા વોટર ડીમ્પ્યુટ ટ્રીબ્યુનલ (NWDT) દ્વારા 12 ડિસેમ્બર 1979 ના રોજ જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો, જે નિર્ણય થયો કે એ ઓર્ડર 45 વર્ષ સુધી બંધનકર્તા હતો. એમા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યોને જે હિસ્સો આપવાનો છે, તેનાથી લઈ અને આ એવોર્ડ મુજબ જે પાણીનું વિતરણ થવાનું હતું અને હિસ્સેદારી નક્કી થયેલ હતી તથા પુનઃ વસન થી લઈને અનેક બાબતોને લઈને આ ઓર્ડર એવોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ 1979માં જે ઓર્ડર થયો હતો તે 45 વર્ષ માટે થયો હતો. તે ઓર્ડરના 2024માં 45 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.
અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું આજે ઓગષ્ટ 2025 ના દિન સુધી નવો કોઈ ઓર્ડર કરવામાં આવ્યો નથી કે તેની તજવીજ પણ કરવામાં આવી નથી. ના તો રાજ્ય સરકારે કોઈ પ્રયત્ન કરેલા છે ના તો કેન્દ્ર સરકારે કોઈ પ્રયત્ન કર્યા છે. ત્યારે વડાપ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે ગુજરાતમાંથી વડાપ્રધાન હોય, તેવો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા યોજનાના અનેક રાજકીય એજન્ડા સાથેના કાર્યક્રમોમાં ભાગ લીધેલો હોય, આગેવાની કરેલી હોય ત્યારે તેમની ફરજ બને છે કે ગુજરાતના હિતમાં અને ગુજરાતીઓના હિતમાં તાત્કાલીક વડાપ્રધાન ફાયનલ આર્બીટેટર તરીકે નવો એવોર્ડ જાહેર કરવા માટે જે પણ કાર્યવાહી કરાવે અને નર્મદા કન્ટ્રોલ ઓર્થોરીટી અને જળ સંસાધન મંત્રાલયના માધ્યમથી જે સુચનાઓ કે કાર્યવાહી કરવાની થાય તે તાત્કાલીક કરાવે.
અમિત ચાવડાએ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે આ એટલા માટે જરૂરી છે, નર્મદા યોજનાની શરૂઆતથી અનેક અડચણો આવી, અનેક વાંધા-વિરોધોનો સામનો કરવો પડ્યો. પણ આ ગુજરાતના ગુજરાતીઓનું જે ખમીર હતું અને બધાજ પક્ષા- પક્ષીથી પર થઈને એક થઈને લડ્યા એના કારણે અનેક અડચણો વચ્ચે પણ નર્મદા યોજના આગળ વધી છે. કેન્દ્રમાં યુ.પી.એ. સરકાર હતી ત્યારે ગેરંટી આપવાની વાત આવી ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહેપોતે ખુદ એમા ગેરંટી આપીને યોજનાને આગળ વધારવા માટે ખુબ મોટુ યોગદાન આપ્યું છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગુજરાતી તરીકે અપેક્ષા રાખીએ કે 45 વર્ષનો એવોર્ડનો જે સમયગાળો છે તે પૂર્ણ થઈ ગયો છે, તેઓ દ્વારા નવો એવોર્ડ જાહેર કરવા માટે તાત્કાલીક તજવીજ કરવામાં આવે અને કાર્યવાહી કરીને બીજા 45 વર્ષ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવે તો આવનારા વર્ષોમાં કોઈ કોર્ટ કેસ ના થાય, કોઈ અડચણો ના આવે, કોઈ વાધા-વિરોધની પ્રક્રિયાના કારણે હજુ પણ જે છેવાડાના ખેતર સુધી પહોંચાડવાનું બાકી છે તે પહોંચાડવાનું સ્વપ્ન પૂર્ણ થાય.
આ પણ વાંચો:
UP: અમદાવાદ જેવી જ ઘટના, વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીને છરીના ઘા મારી ચીરી નાખ્યો
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?