
તિબેટ બાદ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો છે. દેશમાં એક દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. આજે મંગળવારે સાંજે 5.14 કલાકે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આજે સવારની શરૂઆત ભૂકંપ સાથે થઈ હતી. સવારે 6.35 થી 6.40ની વચ્ચે દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળ સરહદ નજીક તિબેટ ભૂકંપનું કેન્દ્ર હતું, જેની તીવ્રતા 7.1 હતી. સાંજ સુધીમાં હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર મંડીમાં ભૂગર્ભમાં 5 કિમીની ઊંડાઈએ હતું.
આ સમાચાર પણ વાંચોઃ ભાજપ પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો લેટરકાંડ મુદ્દે મોટો ધડાકો, મોડે મોડેથી શું કહ્યું?