DELHIમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતદાન, ઈસુદાને શું કહ્યું?

  • India
  • January 7, 2025
  • 2 Comments

ચૂંટણીપંચે આજે મંગળવારે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 70 સભ્યોની વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે મત ગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.

વિધાનસભાની મુદત ક્યારે પૂરી થાય છે?

70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષ 2022માં ચૂંટણી પંચે 6 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આવી સ્થિતિમાં, 8 ફેબ્રુઆરીએ મતદાન કર્યા પછી, 11 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ એકતરફી રીતે 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. તે જ સમયે, કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક હતું અને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી દિલ્હીમાં પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી.

AAPની નજર હેટ્રિક પર છે

સત્તાધારી આમ આદમી પાર્ટીની નજર હેટ્રિક પર છે. તેણે 2015માં 67 અને 2020માં 62 બેઠકો જીતી હતી. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ડબલ આંકડાને સ્પર્શી શક્યું નથી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં કદાચ આ છેલ્લી ચૂંટણી છે. ઉલ્લેખનયી છે કે રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવા જઈ રહ્યા છે.

દિલ્હીમાં કેટલા મતદારો છે?

ચૂંટણી પંચે 6 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચે કહ્યું કે 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરુષ મતદારો જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ પોતપોતાના વચનો અને દાવાઓ સાથે જનતાની વચ્ચે પણ હાજર છે. સ્લેજિંગ, વિવાદાસ્પદ નિવેદનો અને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદો રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ 4 જાન્યુઆરીએ જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા હતા અને મતદારોના નામ કાઢી નાખવા અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીએ આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ ફરિયાદમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી.

આ સમાચાર પણ વાંચોઃ ભારતની અર્થવ્યવસ્થાને લઈ માઠા સમાચારઃ GDPમાં થઈ શકે છે મોટો ઘટાડો!

દિલ્હીની ચૂંટણી જાહેર થતાં આપ નેતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું?

 

Related Posts

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન
  • October 31, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા યોગ્ય ઠરાવવામાં આવેલા લાખો લોકો સામે અપીલો દાખલ કરવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં…

Continue reading
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું
  • October 31, 2026

Manipur Kangpokpi Shutdown: મણિપુરમાં હિંસા, અપહરણ અને હત્યાની ઘટનાઓ ફરી વધી રહી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે કુકી પુરુષોના કથિત અપહરણ બાદ કુકી-ઝોમી સંગઠન Committee on Tribal Unity (COTU)એ 48…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો