ભારતમાં આત્મહત્યાનો સિલસિલો પહોંચ્યો ડરામણા સ્તરે; NCRBએ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા

  • India
  • December 11, 2024
  • 0 Comments

ભારતમાં આત્મહત્યાઓની ઘટનાઓનો સિલસિલો ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. સુસાઇડને લઈને આવેલા એક ડેટાએ ચિંતામાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એન્જિનિયર અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરવાની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. તેમણે આત્મહત્યા કરતા પહેલા લગભગ 1.20 કલાકનો વીડિયો પણ પોષ્ટ કર્યો છે. આ ઉપરાંત 23 પેજની સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેમણે મોત પાછળ પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યો છે.

જોકે આત્મહત્યા જેવું પગલું ભરવા સુભાષ એકલા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ મહિલાઓ કરતા પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જ્યારે ભારતમાં આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.

એનસીઆરબીના ડેટા મુજબ આત્મહત્યા કરનાર મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા વધુ છે. બે દાયકાના આંકડા દર્શાવી રહ્યા છે કે, ભારતમાં આત્મહત્યા કરનાર 10માંથી 6 અથવા 7 પુરુષો હોય છે. વર્ષ 2001 અને 2022 દરમિયાન આત્મહત્યા કરનાર મહિલાઓની સંખ્યા 40થી 48 હજાર નોંધાઈ છે, જ્યારે આ દરમિયાન જીવન ટુંકાવનારા પુરુષોની સંખ્યા 66 હજારથી વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.

2022માં 1.70 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 1.22 લાખથી વધુ પુરુષો હતા. એટલે કે દૈનિક સરેરાશ 336 પુરુષ જીવન ટુંકાવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં પણ આવી જ સ્થિતિ છે. ડબલ્યુએચઓના ડેટા મુજબ વિશ્વભરમાં એક લાખ આત્મહત્યામાંથી પુરુષોનો દર 12.6 અને મહિલાઓનો દર 5.3 છે. આ જોતા એવું કહી શકાય કે, વિશ્વભરમાં મહિલાઓ કરતા સૌથી વધુ પુરુષ પીડાઈ રહ્યો છે.

એનસીઆરબીના 2022ના રિપોર્ટ મુજબ, સૌથી વધુ 30થી 45ની ઉંમરના, ત્યારબાદ 18થી 30 અને પછી 45થી 60ની ઉંમરનાઓ આત્મહત્યા કરે છે. ગત વર્ષે 30થી 45ની ઉંમરના 54351 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 77 ટકા પુરુષો હતા. આવી જ રીતે આત્મહત્યા કરનારા 18થી 30 વર્ષના 59108 લોકોમાંથી 65 ટકા પુરુષો હતા. તેમજ 45થી 60 વર્ષના આત્મહત્યા કરનારાઓમાં 31921 લોકોમાંથી 82 ટકા પુરુષો હતા.

રિપોર્ટ મુજબ આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો પરિણીત છે. 2022માં 1,14,485 પરિણીત લોકોએ આત્મહત્યા કરી હતી, આમાંથી લગભગ 74 ટકા પુરુષો હતા. 2022માં 8164 પરિણીત લોકોએ લગ્ન સંબંધી સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી. આમાંથી 52 ટકા પુરુષો હતા.

Related Posts

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?
  • June 19, 2026

Indian Political Defections: ભારતીય લોકશાહી આજે એક એવા મોડ પર આવીને ઉભી છે જ્યાં વિચારધારાની કોઈ કિંમત રહી નથી. ઉદારવાદીઓ અને સેક્યુલર બૌદ્ધિકો વારંવાર ભાજપની આક્રમકતા અને તેમની સત્તા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 2 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 4 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 6 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ