
Bihar: વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં પાકિસ્તાની મહિલાઓના નામ મળી આવવાને કારણે SIRનો મુદ્દો વધુ ઘેરો બન્યો છે. ભાગલપુરમાં બે પાકિસ્તાની મહિલાઓ વર્ષોથી મતદાન કરી રહી હતી. SIRના એક પત્રમાં ખુલાસો થયો છે કે આ મહિલાઓ 1956માં પાકિસ્તાનથી આવી હતી અને ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
મહિલાઓનું નામ “ઇમરાના ખાનમ”અને “ફિરદૌસિયા ખાનમ
ભાગલપુરના ભીખાનપુરમાં બે પાકિસ્તાની મહિલાઓ ઘણા વર્ષોથી મતદાન કરી રહી છે.મહિલાઓના નામ નવી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે અને તેમના આધાર કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે.ગૃહ મંત્રાલયને લખેલા પત્ર દ્વારા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ મહિલાઓનું નામ “ઇમરાના ખાનમ”અને “ફિરદૌસિયા ખાનમ”છે,જે ૧૯૫૬માં પાકિસ્તાનથી ટૂરિસ્ટ વિઝા પર આવી હતી.ગૃહ મંત્રાલયે આ ભૂલ શોધી કાઢી,અને ભાગલપુરના જિલ્લા મજિસ્ટ્રેટના આદેશ પર તેમના નામોને વોટર લિસ્ટમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
બિહારમાં,૭.૮૯ કરોડ રજિસ્ટર્ડ વોટર્સમાંથી ૭.૨૪ કરોડના ફોર્મ મળ્યા
SIR એક ખાસ પ્રક્રિયા છે જે ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીઓ પહેલાં વોટર લિસ્ટને સુધારવા માટે ચલાવવામાં આવે છે. બિહારમાં, ૭.૮૯ કરોડ રજિસ્ટર્ડ વોટર્સમાંથી ૭.૨૪ કરોડના ફોર્મ મળ્યા છે, અને ૬૫ લાખ નામો (જેમાં ૨૨.૩૪ લાખ મૃત અને ૩૬.૨૮ લાખ સ્થળાંતરિત વોટર્સ સામેલ છે) દૂર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં નાની ભૂલો પણ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ભારતીય નાગરિક નથી છતાં નામ વોટર લિસ્ટમાં
આ મહિલાનું પાસપોર્ટ ૧૯૫૬નું છે અને વિઝા ૧૯૫૮નો,જે દર્શાવે છે કે તે ભારતીય નાગરિક નથી.તેમ છતાં તેનું નામ વોટર લિસ્ટમાં કેવી રીતે આવ્યું અને SIRમાં કેવી રીતે ચકાસાણ થયું, તેની તપાસ ચાલી રહી છે.
પાકિસ્તાની મહિલાઓ કયારે ભારત આવી?
વહીવટીતંત્રે તાત્કાલિક BLO ને પત્ર મોકલીને બંનેના મતદાન અધિકાર રદ કર્યા.આ ઉપરાંત,મળતી માહિતી મુજબ,પાકિસ્તાની નાગરિક મોહમ્મદ અસલમ 24 મે 2002 ના રોજ બે વર્ષ માટે ભારત આવ્યો હતો. અસલમે પોતાનું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું છે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.ઇમરાના ૩ વર્ષના વિઝા પર ભારત આવી હતી, જ્યારે ફિરદૌસિયા ૧૯ જાન્યુઆરી ૧૯૫૬ ના રોજ ૩ મહિનાના વિઝા પર ભારત આવી હતી
મજબૂત ચકાસણી સિસ્ટમ બનાવીને આવી ભૂલો ટાળવી
આ ઘટના ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સચોટતા પર સવાલ ઉઠાવે છે.જો એક નાગરિક ન હોવા છતાં કોઈનું નામ ૭૦ વર્ષ સુધી વોટર લિસ્ટમાં રહે, તો તે દર્શાવે છે કે સિસ્ટમમાં ગંભીર ખામીઓ હોઈ શકે છે.ચૂંટણી કમિશનને હવે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરીને અને મજબૂત ચકાસણી સિસ્ટમ બનાવીને આવી ભૂલો ટાળવી પડશે.
આ પણ વાંચો:
Rampur: 15 દિવસ બોયફ્રેન્ડ અને 15 દિવસ પતિ, પત્નીની આ માંગ પર પતિએ જે કર્યું તે જાણી ચોકી જશો!
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!