Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ

Vadodara: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિ પર 25 ઓગસ્ટની મધરાતે અસામાજિક તત્વોએ ઈંડા ફેંકી શહેરની શાંતિ ડોહળવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના રાત્રે લગભગ 3 વાગ્યાના આસપાસ કિશનવાડી કૃષ્ણ તળાવથી પાણીગેટ થઈને મજાર માર્કેટ ખાતે બની હતી, જે સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે, જ્યારે પોલીસે આ મામલે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્ય સત્યમે જણાવ્યું કે, “અમે ગણેશજીની મૂર્તિને લઈને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ત્રીજા માળેથી કોઈએ ઈંડા ફેંક્યા. અમે તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમની સામે પણ ઈંડા ફેંકવામાં આવ્યા.” આ ઘટનાએ ના માત્ર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે, પરંતુ પોલીસની હાજરીમાં આવું કૃત્ય થવું એ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉભા કરે છે.

સ્થાનિકો અને સંગઠનોનો રોષ

વિશ્વ હિન્દુ પરિષદના વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આ ઘટનાને ગંભીર ગણાવીને કહ્યું, “પોલીસની હાજરીમાં આવું કૃત્ય થવું એ અત્યંત નિંદનીય છે. જો આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આવી ઘટનાઓ વધતી જશે. સરકારે આ મામલે દાખલો બેસાડવો જોઈએ.” સ્થાનિક દંડક શૈલેષ પાટીલે આ ઘટનાને “આતંકવાદી કૃત્ય” ગણાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, “આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ શહેરના લોકો આવા તત્વોને ક્યારેય સફળ થવા દેશે નહીં.”

પોલીસની કાર્યવાહી

આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે, “આ ઘટના અંગે અજાણ્યા ઈસમો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલી રહી છે, અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે વધુમાં ખાતરી આપી કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ તથા બંદોબસ્ત વધારવામાં આવશે.

સિટી પોલીસ મથકના પી. આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, “અમે તપાસના ભાગરૂપે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા છે. વધુ વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે.” પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી છે, અને સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ ઘટનાએ વડોદરાના ધાર્મિક અને સામાજિક વાતાવરણ પર ઊંડી અસર કરી છે. ગણેશોત્સવની ઉજવણી દરમિયાન આવું કૃત્ય થવું એ શહેરના લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે. સ્થાનિક લોકો અને સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી છે અને પોલીસ પાસે આરોપીઓને ઝડપી લેવા અને કડક સજાની માગ કરી છે. નિર્મલ પાર્ક યુવક મંડળે પણ આ ઘટનાને દુ:ખદ ગણાવીને શહેરના લોકોને એકજૂટ રહીને આવા તત્વો સામે લડવા અપીલ કરી છે.

આ પણ વાંચો:

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: ‘નયનની હત્યાને હિન્દુ-મુસ્લિમનો રંગ ના આપો’, VHPના ધર્મેન્દ્ર ભવાની અંગે મુસ્લિમ સમાજે શું કહ્યું?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!

Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?

Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?

Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Related Posts

Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
  • August 29, 2025

Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

Continue reading
chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
  • August 29, 2025

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

  • August 29, 2025
  • 11 views
 Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

  • August 29, 2025
  • 1 views
UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

  • August 29, 2025
  • 3 views
UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

  • August 29, 2025
  • 9 views
 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

  • August 29, 2025
  • 14 views
Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

  • August 29, 2025
  • 14 views
‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro