
Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે નરેન્દ્ર મોદી પર અમેરિકાની કાર્યવાહીથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બચાવવાનો પ્રાથમિકતા આપવાનો આરોપ મૂક્યો હતો, તેમણે સિક્યોરિટીઝ છેતરપિંડી અને $265 મિલિયનની લાંચ યોજના માટે જૂથ સામે તાજેતરમાં યુએસ કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો.
પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું “આજે આખો દેશ જાણવા માંગે છે કે તમે (મોદી) અમેરિકા સામે કેમ ઝૂકી રહ્યા છો? આજે લોકો કહી રહ્યા છે કે અમેરિકામાં અદાણીની ધરપકડથી બચાવવા માટે, તમે દેશને દાવ પર લગાવી રહ્યા છો. જો આ સાચું હોય, તો તે દેશ સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત છે,”
🚨 KEJRIWAL : “There are rumours that Adani may get arrested in the US. Is that the reason why PM Modi is not responding to American tariffs?”
Old Kejriwal is Back !! Two words for him?pic.twitter.com/nijtuwIyIu
— Times Algebra (@TimesAlgebraIND) August 28, 2025
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે માંગ કરી હતી કે ભારતે અમેરાકાની આયાત પર વધુ ટેરિફ લાદવો જોઈએ, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આખો દેશ આ નિર્ણયને સમર્થન આપશે.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતા કપાસ પર 11 ટકા ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધો છે, જે અહીંના સ્થાનિક ખેડૂતોના વ્યવસાયને અસર કરી શકે છે. મોદીનો નિર્ણય ભારતના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. “અન્ય દેશો ઝૂક્યા નહીં. તેમણે વધારે ટેરિફ લાદ્યા. આપણે પણ વધારે ટેરિફ લાદવા જોઈએ. જો અમેરિકા 50 ટકા ટેરિફ લાદી રહ્યું છે, તો આપણે ટેરિફ 100 ટકા ટેરિફ લાદવો જોઈએ. આખો દેશ આ નિર્ણયને ટેકો આપશે. કોઈ પણ દેશ ભારતને નારાજ કરી શકે નહીં. આપણે 140 કરોડ લોકોનો રાષ્ટ્ર છીએ,”
મોદી પર અમેરિકન કપાસ પર ડ્યુટી માફ કરવાનો આરોપ
“ભારત અમેરિકાથી આયાત થતા કપાસ પર 11 ટકા ડ્યુટી લાદતું હતું. આનો અર્થ એ થયો કે અમેરિકન કપાસ ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ કરતાં વધુ મોંઘો હતો. પરંતુ મોદી સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે કાપડ ઉદ્યોગોને સસ્તો કપાસ મળશે. જ્યારે આપણો કપાસ ઓક્ટોબરમાં વેચાણ માટે બજારમાં આવશે, ત્યારે ખરીદદારો ઓછા હશે,”
કેજરિવાલે દાવો કર્યો કે, આ નિર્ણયથી તેલંગાણા, પંજાબ, વિદર્ભ અને ગુજરાતના ખેડૂતો ખૂબ પ્રભાવિત થશે. “આપણે બધા જાણીએ છીએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાદ્યો છે. આપણે 11 ટકા ડ્યુટી વધારીને 50 ટકા કરવી જોઈતી હતી અને તેને સંપૂર્ણપણે માફ ન કરવી જોઈતી હતી,”
AAP ગુજરાતમાં બેઠક કરશે
કેજરીવાલે એ પણ જાહેરાત કરી હતી કે AAP 7 સપ્ટેમ્બરે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં બેઠક કરશે. “હું તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરું છું. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ચોટીલાના ખેડૂતો ભારે પ્રભાવિત થશે,”
કેજરિવાલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો, અને પ્રશ્ન કર્યો કે નેશનલ હેરાલ્ડ કેસમાં શા માટે આ જૂની પાર્ટીના કોઈ “મોટા નેતા” ની ધરપકડ કરવામાં આવી નથી.
“અમને સમાધાન માટે ઓફરો મળતી રહે છે. હવે, લોકો પણ જોઈ રહ્યા છે કે કોંગ્રેસે ભાજપ સાથે સમાધાન કરી લીધું છે. નેશનલ હેરાલ્ડ કેસ એક ખુલ્લો અને બંધ કેસ છે. પરંતુ કોંગ્રેસનો કોઈ મોટો નેતા જેલમાં ગયો નથી. અમારા પાંચ મોટા નેતાઓને નકલી કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.
સમાધાન ક્યારેય નહીં: કેજરીવાલ
“2G ગોટાળનો કેસ બંધ થઈ ગયો અને કોલસા કૌભાંડનો કેસ બંધ થઈ ગયો. લોકો પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના સાઠગાંઠની વાત કરી રહ્યા છે. અમે સમાધાન માટે નહીં, દેશ પ્રેમ માટે રાજકારણમાં આવ્યા છીએ. અમે રાષ્ટ્ર માટે લડતા રહીશું. તમારે ક્યારેય પક્ષ, સત્તા, પોતાના કે તમારા પરિવાર માટે સમાધાન ન કરવું જોઈએ,” તેમણે કહ્યું.
કપાસના પાક પર ગુજરાતના ખેડૂતોને કેવી રીતે નુકસાન
ભારત અમેરિકાથી આયાત થતા કપાસ પર 11% ડ્યુટી (કર) લગાવતું હતું, જેના કારણે અમેરિકન કપાસ ભારતમાં ઘરેલું કપાસ કરતાં મોંઘો પડતો હતો. મોદી સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ ડ્યુટી હટાવી દીધી છે. આનાથી અમેરિકન કપાસ હવે સસ્તો થઈ જશે. ડ્યુટી હટવાથી કાપડ ઉદ્યોગોને સસ્તો કપાસ મળશે, જેનાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઘટશે. આનાથી ગાર્મેન્ટ અને કાપડની ચીજોની કિંમતો પણ ઓછી થઈ શકે છે.
ભારતમાં ઓક્ટોબરમાં સ્થાનિક કપાસ બજારમાં વેચાણ માટે આવે છે. પરંતુ તે સમયે અમેરિકન કપાસ સસ્તો હોવાથી ખરીદદારો (કાપડ ઉદ્યોગો) ઘરેલું કપાસને બદલે આયાતી કપાસ તરફ આકર્ષાઈ શકે છે. આનાથી સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે, જે ભારતીય ખેડૂતો માટે નુકસાનકારક હોઈ શકે.
આ પણ વાંચો:
ભાજપે 100 ની સ્પીડે ચાલતાં ગુજરાતને 35 સ્પીડે લાવી દીધુ: Arvind Kejriwal
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!
BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?
BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?