
Rahul Gandhi: બિહારમાં 28 ઓગસ્ટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને વોટ કૌભાંડ મુદ્દે આડે હાથ લીધા. રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં મોદીને વોટચોર કહ્યા.મોતિહારીમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “જો હું વડાપ્રધાન ‘વોટચોર’ હોવાનું કહુ છું, તો તેઓ શા માટે ચૂપછે? શા માટે વડાપ્રધાન એક પણ શબ્દ બોલતાં નથી? ‘ કારણ કે મોદી વોટચોર છે, કારણ કે તે હવે જાણી ગયા છીએ કે અમે વોટ ચોરી પકડી પાડી છે.
#WATCH | Motihari, Bihar: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi says, “… If I am accusing the Prime Minister of being a ‘vote chor’, why is he quiet about it? Why is the Prime Minister not uttering a single word? ‘Kyuki Pradhan Mantri vote chor hai aur wo jaanta hai ki… pic.twitter.com/3aeyj9KiIK
— ANI (@ANI) August 28, 2025
સામાજિક અસમાનતાઓને અંગે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કોર્પોરેટ અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી. “ભારતમાં 500 મોટી કંપનીઓ છે. હું તમને પૂછવા માંગુ છું કે તેમાંથી કેટલી કંપનીઓમાં દલિત, આદિવાસી અથવા પછાત વર્ગના CEO છે?”
રાહુલે આરોગ્ય સંસ્થાના ખાનગીકરણની ટીકા કરતા કહ્યું, “જો કોઈ વ્યક્તિ બીમાર પડે અને તેને સારવારની જરૂર હોય, તો તેને સારવાર આપવાની ફરજ સરકારની છે, કોઈ ઉદ્યોગપતિની નહીં. બંધારણમાં એવું નથી કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ બીમાર પડે, તો તેને લાખોનું બિલ આપો.”
રાહુલે પડકાર ફેંક્યો, “ખાનગી હોસ્પિટલોના માલિકોની યાદી કાઢો અને મને બતાવો કે તેમાંના કેટલા દલિત, આદિવાસી અથવા પછાત વર્ગના છે. તમે 90% છો પણ તમારી ભાગીદારી નહિવત છે.”
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં બિહારમાં 16 દિવસની ‘મતદાર અધિકાર યાત્રા’નો હેતુ મતદાર યાદીમાં કથિત થયેલી ગેરરિતીઓને ઉજાગર કરવાનો છે. જેને વિપક્ષી નેતાઓએ ‘મત ચોરી’ ગણાવી છે.
20 જિલ્લામાં 1,300 કિમીથી વધુની મુસાફરી કરતી આ યાત્રા 1 સપ્ટેમ્બરના રોજ પટનામાં સમાપ્ત થવાની છે. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં થવાની છે, જોકે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સત્તાવાર તારીખ જાહેર કરી નથી.
ભાજપ, જેડી(યુ) અને એલજેપીનું ગઠબંધન એનડીએ બિહારમાં પોતાનો કાર્યકાળ ચાલુ રાખવાનો ધ્યેય રાખે છે , જ્યારે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું સંગઠન ઇન્ડિયા બ્લોક નીતિશ કુમારને સત્તા પરથી દૂર કરવા મથામણ કરી રહ્યું છે. રહુલ ગાંધીએ હુંકાર કરતાં કહ્યું છે અમે સમગ્ર દેશમાંથી વોટચોરી પકડીશું. રાહુલ ગાંધીએ કહ્યુ મોદી ડરેલા છે.
राहुल गांधी:- हम पूरे देश में वोट चोरी का पर्दाफाश करेंगे।
जनता :- बनारस (एक सुर में चिल्लाते हुए)
राहुल गांधी:- मोदी पहले से ही डरे हुए हैं।😆
राहुल गांधी का कमाल का एक्सप्रेशन देखें आप भी RaGa के फैन हो जाएंगे। pic.twitter.com/OPXQVwQyob
— Dr. Sheetal yadav (@Sheetal2242) August 28, 2025
હાલ બિહાર વિધાનસભામાં જેમાં 243 સભ્યો છે, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) 131 સભ્યો ધરાવે છે, જેમાં BJP પાસે 80 ધારાસભ્યો, JD(U) પાસે 45 ધારાસભ્યો, HAM(S) પાસે 4 ધારાસભ્યો અને 2 અપક્ષ ઉમેદવારોનો ટેકો છે.
વિપક્ષના ઇન્ડિયા બ્લોકમાં 111 સભ્યો છે, જેમાં RJD 77 ધારાસભ્યો સાથે આગળ છે, ત્યારબાદ કોંગ્રેસ 19 ધારાસભ્યો સાથે, CPI(ML) 11 ધારાસભ્યો સાથે, CPI(M) 2 ધારાસભ્યો સાથે અને CPI 2 ધારાસભ્યો સાથે બીજા ક્રમે છે.
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?
BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?