
AJab Gajab: અત્યાર સુધીમાં તમે ઘણી બધી વસ્તુઓ ભાડે મળતી હોવાનું સાભળ્યું છે પરંતુ શું તમને ખબર છે એક એવી જગ્યા પણ છે જ્યાં પત્નીઓ પણ ભાડે મળે છે. તે જગ્યાનું નામ છે થાઈલેન્ડ.
થાઈલેન્ડમાં વિચિત્ર ટ્રેન્ડ
થાઈલેન્ડ, જે વિશ્વભરમાં તેના નાઈટલાઈફ અને સુંદર દરિયાકિનારા માટે જાણીતું છે, તે હવે એક ચોંકાવનારા ટ્રેન્ડને કારણે હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં, અહીં એક વિચિત્ર ટ્રેન્ડે જોર પકડ્યું છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, અને તે ટ્રેન્ડ છે ‘ભાડાની પત્ની’. તે તમને વિચિત્ર લાગશે, પરંતુ આ ટ્રેન્ડ હવે થાઈલેન્ડના ઘણા શહેરોમાં, ખાસ કરીને પટાયામાં સામાન્ય બની ગયો છે.
સ્ત્રી પુરુષ માટે કરે છે આ કામ
‘ભાડાની પત્ની’ સર્વીસ હેઠળ, કોઈપણ પુરુષ પૈસા ચૂકવીને ચોક્કસ સમયગાળા માટે સ્ત્રીને પોતાની પત્ની તરીકે રાખી શકે છે. સ્ત્રી પુરુષ માટે ભોજન રાંધે છે, તેની સાથે ફરે છે અને પરિવાર જેવું વાતાવરણ બનાવે છે. આ બધું એક સોદા હેઠળ થાય છે, જેને કાયદેસર રીતે લગ્ન ગણવામાં આવતું નથી. જો તે સ્ત્રીને પસંદ કરે છે, તો તે તેની સાથે લગ્ન કરી શકે છે.
આ ટ્રેન્ડ કેવી રીતે શરું થયો ?
તાજેતરમાં, “થાઈ ટેબૂ ધ રાઇઝ ઓફ વાઈફ રેન્ટલ ઇન મોર્ડન સોસાયટી” નામના પુસ્તકમાં આ વિચિત્ર ટ્રેન્ડનો ખુલાસો થયો છે. લેખક લાવર્ટ એ ઈમેન્યુઅલ કહે છે કે ગરીબ પરિવારોની મહિલાઓ ઘણીવાર આ નોકરી અપનાવે છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ નાઈટ ક્લબ અને બારમાં કામ કરે છે, જ્યાં તેઓ વિદેશી પ્રવાસીઓને મળે છે.
આ રીતે નક્કી થાય છે ભાડાની પત્નીનો દર
ભાડાની રકમ મહિલાની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સંબંધ જાળવવાના સમયગાળાને જોઈને નક્કી કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાડાની પત્નીની કિંમત 1600 ડોલરથી 1 લાખ 16 હજાર ડોલર (એટલે કે 1.4 લાખથી1 કરોડથી વધુ) સુધીની હોઈ શકે છે. થાઈલેન્ડમાં આ એક મોટો વ્યવસાય બની ગયો છે.
થાઈલેન્ડ સરકાર ઝડપથી વધી રહેલા વલણ અંગે વ્યક્ત કરી ચિંતા
આ વિચિત્ર વલણે ઘણી સ્ત્રીઓને આર્થિક રીતે મજબૂત બનાવી છે, પરંતુ તે જ સમયે તે સમાજ અને નૈતિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. થાઈ સરકારે પણ આ ઝડપથી વધી રહેલા વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદા લાવવાની વાત કરી છે. ઝડપી જીવન અને એકલતાને કારણે થાઈલેન્ડમાં આ વલણ ઝડપથી ખીલી રહ્યું છે.
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ








