Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

  • Gujarat
  • September 4, 2025
  • 0 Comments

Bhavnagar:ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તબીબ સ્ટુડન્ટને ગંભીર હાલતમાં હાલ ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજ ડીને જણાવ્યું કે  તબીબી સ્ટુડન્ટના કબજામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે.  આ મામલે   મહારાષ્ટ્રમાં રહેતા તેમના માતાપિતાને જાણ કરી દેવામાં આવી છે.

તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

મળતી માહિતી મુજબ ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મંગળવારે સાંજે ઓપીડી પૂર્ણ કરી નીકળ્યો હતો. ત્યારે પાલિતાણાની હોટલમાં રોકાયેલા તબીબી સ્ટુડન્ટનો હોટલમાંથી ચેકઆઉટનો સમય થતા હોટલ સ્ટાફ રૂમમાં ગયો ત્યારે સ્ટુડન્ટના મોઢામાં ફીણ નીકળતા હોવાનું માલૂમ પડતા 108 બોલાવી તેને તાત્કાલીક ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળ્યો સ્ટુડન્ટ

આ ઘટનાને લઈ ભાવનગર મેડીકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહે કહ્યું હતું કે, વિદ્યાર્થી ગઈકાલે રાત્રિના હોસ્પિટલમાં ઓપીડી પૂર્ણ કરીને નીકળ્યા હતા. ત્યારબાદ આજે પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યાંથી તેઓને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા છે. અત્યારે તો પ્રાથમિક કારણ જણાતું નથી ક્રિટિકલ સ્થિતિ છે.

માતા પિતાને સંબોધિને લખી ચીઠ્ઠી

તબીબી સ્ટુડન્ટ પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, મમ્મી પપ્પા હું તમને બહું પ્રેમ કરું છું. તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી. તમે મારી સાથે છો હું તમારી સાથે છું. આઈ લવ યું મમ્મી પપ્પા. આ બાબતે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતાપિતાને જાણ કરાતા તેઓ અહીં આવવા નીકળી ગયા છે.

અહેવાલ: નિતીન ગોહેલ 

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 1 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 3 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 6 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 6 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’